સરખેજ બે બાળકો સાથે મહિલા દ્વારા અગ્નિસ્નાન

0
10

અમદાવાદ, તા.૨૯
અમદાવાદ શહેરના ઉજાલા બ્રિજ નજીક એક ફ્લેટમાં મહિલાએ બે સંતાનો સાથે અગ્નિસ્નાન કરી લેતા ખળભળાટ મચી ગયો છે. ત્રણેયના મોત થતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. બે સંતાનોમાં બંને પુત્રોનો સમાવેશ થાય છે. મહિલાએ કયા કારણોસર આપઘાત કર્યો તો સંદર્ભમાં વિગત મળી શકી નથી પરંતુ પોલીસ દ્વારા આ મામલામાં તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે આસપાસના લોકો પાસેથી પણ માહિતી મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. જાકે પોલીસે હજુ સુધી કોઈ નક્કર વાત કરી નથી. પ્રાપ્ત માહિતી મુજબ આ મહિલાએ બે માસુમ બાળકો સાથે અગ્નિસ્નાન કરી લીધું હતું. આસપાસના લોકો પણ આ ઘટનાક્રમથી ચોંકી ઉઠ્યા છે. બનાવની જાણ થતા આસપાસના લોકો પણ પહોંચી ગયા હતા અને લોકોમાં આને લઈને ચર્ચા જાવા મળી હતી. હાલમાં મોંઘવારી આસમાને છે ત્યારે આપઘાતના બનાવો પણ વધ્યા છે. મોંઘવારીના પરિણામ સ્વરૂપે ઘણા પરિવારના લોકો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. જાકે પોલીસમાં હજુ આ સંદર્ભમાં અગ્નિસ્નાનના મામલે કોઈ વાત કરી નથી.

સંપૂર્ણ સમાચાર સેવા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY