શિક્ષકોનાં ટોર્ચરથી વિધાર્થીનીએ આપઘાતનો પ્રયાસ કરતા ખળભળાટ

0
23

અમરોલી,તા.૮
અમરોલીનાં જૂના કોસાડ રોડ પર આવેલા હરિસિદ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતી ખુશી નીતિનભાઈ રાઠોડ (ઉં.વ.૧૪) અમરોલીની ગૌતમી કન્યા વિદ્યાલયમાં ધોરણ-૧૦માં અભ્યાસ કરે છે. દરમિયાન ગત તા. ૪થીએ રાત્રે ખુશીએ હરિસિદ્ધિ એપાર્ટમેન્ટના પાંચમા માળેથી કૂદકો માર્યો હતો, જેને પગલે ખુશીને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી.
ખુશીના મામા શૈલેષે જણાવ્યું હતું કે, તેણીને શાળા અને ટયૂશનના શિક્ષકો ત્રાસ આપી રહ્યાં હોય આ પગલું ભર્યું છે. શિક્ષકો અભ્યાસ બાબતે કૂદીને મરી જાઓ એમ કહી ઠપકો આપતા હતા. ખુશીને એક દિવસ શિક્ષકોએ બેંચની જગ્યાએ નીચે બેસાડી દેતા અને સાથી વિદ્યાર્થિનીઓ તેની પર હસતા માઠું લાગી આવ્યા બાદ આ પગલું ભર્યું હતું. તેણીએ સ્યૂસાઈટ નોટ લખી છે, જેમાં ‘મમ્મી-પપ્પા સોરી, મારાથી આ પૃથ્વી પર નહીં જીવાય. મને માફ કરો.
શાળા અને ટયૂશનના સર, ટીચરના ટોર્ચરનાં કારણે હું આ પગલું ભરું છું.’ એમ લખ્યું છે. અમરોલી પોલીસ દ્વારા પણ આ મામલે યોગ્ય કાર્યવાહી કરાઈ નહીં હોવાનો આક્ષેપ કર્યો હતો. જ્યારે અમરોલી પોલીસે જણાવ્યું હતું કે, આ કેસમાં ખુશી દાદર પરથી પડી ગઈ હોવાની વર્દી પોલીસને મળી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY