સુરત,તા.૪
સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉધના વિસ્તારમાં લક્ષ્મીનારાયણ મંદિર નજીકથી એક ત્યજેલી બાળકી મળી આવતા ચકચાર મચી ગઇ હતી. વહેલી સવારે બિનવારસી હાલતમાં બાળકી મળી આવતા તેને સુરત હોસ્પિટલમાં લઇ જવાઇ હતી.
રસ્તા પરથી પસાર થનાર રાહદારીએ એક ચાદરમાં લપટેલ રડતા બાળકનો અવાજ સાંભળી તપાસ કરી તો બાળકી હતી. બાળકીને ખોલી તો રાહદારી પણ ચોંકી ગયા. બાળકીના કમરની નીચેનો ભાગ અને બન્ને પગ કાળા કલરથી રંગાયેલા હોવાને કારણે તબીબો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા.
લોકોની ભીડ વચ્ચે રોડ બાજુએ એક ગરમ કપડામાં નવજાત બાળકીને લોકો વ્હાલ કરતા હતા. પિંક કલરની બેબી ટોપને લઈ કહીં શકાય કે બાળકીનો જન્મ કોઈ હોસ્પિટલમાં થયો હોવો જાઈએ. જેથી ન્યુ બોન બેબીને પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. નવજાત બાળકીના કમરની નીચે અને બંને પગ કાળા કલરથી રંગાયેલા હતા. હાથ લગાડતા હાથ પણ કાળા થઈ ગયા હતા. હાલ બાળકીની તબિયત નાજુક હોવાથી તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાઈ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





