રાજપૂત સાંજે પરંપરાગત રીતે શસ્ત્ર પૂજન કરી દશેરાની ઉજવણી કરી
આજે વિજયાદશમીના પાવન પર્વ નિમિતે મોરબી રાજપૂત સમાજ દ્વારા પરંપરાગત રીતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું જેમાં ભવ્ય રેલી યોજી બાદમાં શક્તિ માતાજીના મંદિરે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું
મોરબી રાજપૂત સમાજ દ્વારા સામાકાંઠે મહારાણા સર્કલ ખાતેથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજપૂત સમાજના અગ્રણીઓ અને યુવાનો રજવાડી પોશાક, માથા પર સાફા અને હાથમાં તલવાર સાથે સજ્જ થઈને રેલીમાં જોડાયા હતા જે રેલી શહેરના મુખ્યમાર્ગો પરથી ફરીને શકત શનાળા શક્તિ માતાજીના મંદિરે પહોંચી હતાજ્યાં રાજપૂત સમાજે પરંપરાગત રીતે શસ્ત્ર પૂજન કરીને દશેરા પર્વની ઉજવણી કરી હતી રેલી અને શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં રાજપૂત સમાજના પ્રમુખ રઘુવીરસિંહ ઝાલા અને મહામંત્રી મહાવીરસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ જોડાયા હતા
રિપોર્ટર
રાહુલ નગવાડિયા
મોરબી
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






