મુંબઈ,તા.૨૪
યશ રાજ પ્રોડક્શન હેઠળ બની રહેલી ફિલ્મ ‘ઠગ્સ આૅફ હિંદોસ્તાન’નાં દરેક એક્ટરનો લૂક સામે આવી ગયો છે. અત્યાર સુધી આ ફિલ્મનો આમિર ખાનનો લૂક સામે આવ્યો નહતો, જેની ફેન્સ ઘણી જ રાહ જાઇ રહ્યા હતા. આખરે આમિર ખાને આ ફિલ્મનો તેનો લૂક જાહેર કર્યો છે. આ લૂકમાં આમિર ખાન ઘણો જ રસપ્રદ અંદાજમાં જાવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આમિર ખાનનાં લૂક પહેલા આ ફિલ્મની ટ્રેલર રીલીઝ ડેટ પણ સામે આવી છે. ‘ઠગ્સ આૅફ હિંદોસ્તાન’નું ટ્રેલર ૨૭ સપ્ટેમ્બરનાં રોજ રીલીઝ થશે.
‘ઠગ્સ આૅફ હિંદોસ્તાન’માં આમિર ખાન ફિરંગી મલ્લાહનાં પાત્રમાં જાવા મળશે. પોતાના આ લૂકને શેર કરતા આમિર ખાને સોશિયલ મીડિયા પર લખ્યું, ‘ઔર ઈ હૈ હમ, ફિરંગી મલ્લાહ. હમસે જ્યાદા નેક ઇન્સાન ઇસ ધરતી પર કહી નહીં મિલેગા. સચ્ચાઈ તો હમરા દૂસરા નામ હૈ, ઔર ભરોસા હમરા કામ. દાદી કસમ.’
આ ફિલ્મનો સૌથી પહેલો લૂક અમિતાભ બચ્ચનો સામે આવ્યો હતો. બિગ બી આ ફિલ્મમાં ‘બખ્તાવર’નાં પાત્રમાં જાવા મળશે. તેમનો લૂક ફેન્સને ઘણો જ પસંદ પડ્યો છે.
ત્યારબાદ ફાતિમા સના શેખ અને કેટરીના કૈફનો લૂક રીલીઝ થયો હતો. ફાતિમાં ‘જાફિરા’નાં પાત્રમાં જાવા મળશે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ ૧૮૩૯ની એક નવલકથા ‘કન્ફેશંસ આૅફ એ ઠગ’ પર આધારિત છે. ફિલ્મને માલ્ટા અને રાજસ્થાનમાં શૂટ કરવામાં આવી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





