મુંબઈ,તા.૨૪
અભિનેતા ફિલ્મ સર્જક ઇમરાન ખાને કહ્યું હતું કે ડાયરેક્ટર તરીકે મારા મામા સુપર સ્ટાર આમિર ખાનને ડાયરેક્ટ કરવાનું મારું ગજું નથી.
બી અને સી ક્લાસની કહેવાય એવી થોડી ફિલ્મોમાં અભિનય કર્યા બાદ હવે ઇમરાન પાસે અભિનેતા તરીકે બહુ બધી ફિલ્મો નથી. એ ફિલ્મ સર્જક બની રહ્યો છે અને તાજેતરમાં એણે મિશન માર્સ નામે મંગળ વિશે એક ટૂંકી ફિલ્મ બનાવી હતી.
હવે ઇમરાન ડાયરેક્ટર તરીકે ફિચર ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યો છે. આમિર ખાનના ભાણેજ તરીકે એને ડાયરેક્ટર તરીકે પણ ધારી સફળતા મળી શકે એવી શક્યતા અંગે પૂછતાં એણે કહ્યું કે નજીકના ભવિષ્યમાં એવી કોઇ શક્યતા મને દેખાતી નથી.
આમિર મામાને ડાયરેક્ટ કરવાનું મારું ગજું ન કહેવાય.’એમના જેવા સુપર સ્ટારને મારા જેવો બિનઅનુભવી અને નવોસવો ડાયરેક્ટર સંભાળી શકે નહીં. એટલે એવાં સપનાં જાવાનો હાલ કશો અર્થ નથી. આ તો એવું થયું કે સાવ નવોસવો ડાયરેક્ટર અમિતાભ બચ્ચનને લઇને ફિલ્મ બનાવે તો એ અમિતાભને કેવાંક સૂચનો આપી શકવાનો હતો ?
બોલિવૂડમાં તમે થોડા સમય માટે દૂર જાઓ તો ભૂલાઇ જાઓ છો. તમને લાગે છે કે તમારા કમબેકની નોંધ લેવાશે ? એવા સવાલના જવાબમાં એણે કહ્યું કે મને એવી વાતોની કશી પરવા નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




