મુંબઈ,તા.૧૧
અમિતાભ બચ્ચને સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં ડેબ્યૂ કર્યુ છે. આ ફિલ્મમાં તેમના લુકને જન્મદિવસના ખાસ અવસરે રીલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મ ‘સઇ રા નરસિમ્હા રેડ્ડી’માં ગેસ્ટ અપીયરન્સ કરી રહેલા અમિતાભ બચ્ચનના લુકનું મોશન ટીઝર યુટ્યુબ પર રીલીઝ કરવામાં આવ્યું છે. વીડિયોમાં અમિતાભ સફેદ દાઢી, માથા પર લાલ ચાંદલા સાથે નજરે પડી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચન ટૂંક સમયમાં સુપરસ્ટાર ચિરંજીવી સાથે તેલુગુ ફિલ્મમાં નજરે પડશે. આ ફિલ્મમાં અમિતાભ ફક્ત કેમિયો રોલ કરી રહ્યાં છે. તાજેતરમાં જ આ ફિલ્મનું શુટિંગ હૈદરાબાદમાં કરવામાં આવ્યું હતુ. ચિરંજીવીની આ ફિલ્મનું નામ છે ‘સઇ રા નરસિમ્હા રેડ્ડી’. આ ફિલ્મની સ્ટોરી સ્વતંત્રતા સેનાની યૂ રનસિમ્હા રેડ્ડીના જીવન પર આધારિત છે.
પોતાના કિરદાર વિશે તાજેતરમાં અમિતાભ બચ્ચને પોતાના બ્લાગમાં જણાવ્યું હતુ. તેમણે લખ્યું હતું કે, હું ઇતિહાસનું સૌથી બહાદૂર પાત્ર ભજવવા જઇ રહ્યો છુ. આ ફિલ્મને ચાર ભાષા તેલુગૂ, તમિલ, કન્નડ અને મલયાલમમાં રીલીઝ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કેબીસીના નવા એપિસોડ માટેનો એક પ્રોમો રીલીઝ કરવામાં આવ્યો. જેમાં અમિતાભ બચ્ચનના જીવનનું એક મહત્વપૂર્ણ પાસુ દર્શાવવામાં આવ્યું, જેને જાઈને દર્શક પણ ભાવુક બની ગયા હતા. અમિતાભ બચ્ચનની કેટલીક તસવીરો એક વિડીયો અને માના અવાજમાં ગાયેલી કવિતા સાંભળીને દર્શક પણ ભાવુક નજર આવે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




