વાપી,તા.૧૧
શહેરના ૩૨ પરિવારોએ સામુહિક ઇચ્છામૃત્યુંની માંગણી કરી છે. પરિવારોનો આક્ષેપ છે કે તંત્રના વાકે તેઓ છેલ્લા ૧૯ દિવસથી એક પ્લોટમાં રહેવા માટે મજબૂર બન્યા છે. આ અંગે અનેક વખત રજુઆતો પણ કરવામાં આવી છે, પરંતુ તંત્ર તેમની વાત સાંભળવા માટે તૈયાર નથી.
વાપીના ગુંજન વિસ્તારમાં હાઉસિંગ સોસાયટીમાં ૨૩મી તારીખે તેમના બિલ્ડિંગના ધાબાની દીવાલ તૂટી પડી હતી. આ બનાવમાં એક વ્યકિતનું મોત થયું હતું તેમજ બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ બનાવ બાદ તંત્રેએ આખું બિલ્ડિંગ ખાલી કરાવી દીધું હતું. જેના કારણે અહીં રહેતા ૩૨ જેટલા પરિવારો બેઘર બની ગયા છે.
આ વાતને ૧૯ દિવસ થઈ ગયા હોવા છતાં તંત્રએ કોઈ પગલાં નહીં લેતા આ પરિવારોએ ઇચ્છામૃત્યુંની માંગણી કરી છે. પરિવારનો દાવો છે કે તંત્ર તરફથી તેમને કોઈ મદદ નથી મળી રહી. અનેક રજુઆત છતાં તંત્ર તેમની કોઈ વાત સાંભળી રહ્યું નથી.
આ તમામ પરિવારો બિલ્ડિંગ સામે આવેલા ખુલ્લા પ્લોટમાં રહેવા માટે મજબૂર બન્યા છે. એક સામાજિક સંસ્થાની મદદથી આ તમામ પરિવારો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે.
બેઘર થયેલા પરિવારોનું કહેવું છે કે તંત્રના વાકે વૃદ્ધો અને બાળકોએ પણ ખુલ્લામાં રહેવા માટે મજબૂર થવું પડે છે. આ માટે ૩૨ પરિવારોએ વડાપ્રધાન કાર્યાલય, મુખ્યમંત્રી કાર્યાલય, રાજ્યપાલ, ગુજરાત હાઉસિંગ બોર્ડના કમિશ્નર, પારડીના ધારાસભ્ય, વલસાડના સાંસદ, વલસાડ જિલ્લા કલેક્ટર અને વાપીના મામલતદારને એક પત્ર લખીને ઇચ્છા મૃત્યુંની માગણી કરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





