સુલ્તાનપુર,તા.૫
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ યુપીના સુલ્તાનપુરમાં બદનક્ષીના મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે. ભાજપના એક સ્થાનિક નેતાનો આરોપ છે કે રાહુલ ગાંધીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને હત્યારા ગણાવતા તેમની ભાવનાઓને ઠેસ પહોંચી છે.
ભાજપના નેતાએ બદનક્ષીના કેસમાં રાહુલ ગાંધીને આરોપી બનાવવાની માગણી કરવામાં આવી છે. આ મામલામાં ફરિયાદી અને કોઓપરેટિવ બેંકના ચેરમેન વિજય મિશ્રાએ પોતાની અરજીમાં જણાવ્યું છે કે બેંગાલુરમાં રાહુલ ગાંધીએ ભાજપ અધ્યક્ષ સામે બેફામ વાણીવિલાસ કરીને તેમને હત્યારા ગણાવી દીધા હતા.
મહત્વપૂર્ણ છે કે કર્ણાટકની ચૂંટણી પ્રચારના અભિયાનમાં આઠમી જુલાઈ-૨૦૧૮ના રોજ બેંગાલુરુમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન કોંગ્રેસે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સામે ફરિયાદીના આરોપ પ્રમાણેની ટીપ્પણી કરી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




