ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં આવેલ જુના કાસીયા ગામ પાસેથી પસાર થતી અમરાવતી ખાડીના પાણીના વહેણના કારણે કાસીયા-માંડવાના 52 જેટલાં ખેડૂતોની બસો વીંઘા જમીન ધોવાણમાં જતાં જમીન ગુમાવનાર ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં આવેલ જુના કાસીયા પાસેથી વહેતી અમરાવતી ખાડી તરીકે જાણીતી નદીનો પ્રવાહના કારણે લાખોના ભાવની જમીન ધોવાણમાં જતા ખેડૂતો હાલ મૂંઝવણમાં મુકાયા છે.હાલમાં જમીનોના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે આટલા મોટા પ્રમાણમાં જમીન ધોવાણમાં જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.આ અંગે અંકલેશ્વર મામલતદારને રજૂઆતો કરી હોય વહીવટી તંત્ર દ્રારા કોઈ યોગ્ય વિકલ્પ નહીં કાઢવામાં આવે તો અહીંના ખેડૂતો જમીન વિહોણા બનશે તે નકારી શકાય નહિ.

આ ચોમાસામાં તો વધારે પડતા પ્રમાણમાં જમીનનું ધોવાણ થતા ખેડૂતોએ જમીનમાં પકવેલ શેરડી,ચીકુ,આંબા,કેળાના પાકો પણ ધોવાણમાં જતા રહેતા ખેડૂતોને તેનું પણ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.
આ અંગે ગામના સરપંચ અને ખેડૂતો દ્રારા અમરાવતી ખાડીનો વહેણ બદલવામાં અથવા તો પ્રોટેક્શન વોલ બનવામાં આવેતો ખેડૂતોની મહામૂલી જમીન બચાવી શકાય નહીં તો ખેડૂતોને રડવાના વારા આવશે અટલે વહીવટી તંત્ર દ્રારા આ અંગે જલ્દી વિચારી યોગ્ય વિકલ્પ કાઢવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





