સુપ્રિમ કોર્ટની ઝાટકણી બાદ મોદી સરકાર સોશ્યલ મિડિયા પર નજર નહિ રાખે

0
55

સુપ્રિમ કોર્ટની લાલ આંખ બાદ કેન્દ્ર સરકારની પીછેહઠ
ન્યુ દિલ્હી,તા.૩
સોશયલ મીડિયા પર નિરીક્ષણ માટે સોશયલ મીડિયા હબ બનાવવાના નિર્ણયમાંથી સરકારે પીછેહઠ કરી છે. સુપ્રીમ કોર્ટની કડકાઈ બાદ સરકારે આ મામલામાં પીછેહઠ કરી છે. ૧૩ જુલાઈએ ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આમ કરવું નિરીક્ષણ રાજ બનાવવા જેવું હશે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સરકાર નાગરિકોના વ્હોટ્‌સએપ મેસેજોને ટેપ કરવા ચાહે છે.
માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા સોશયલ મીડિયા હબ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટની કડકાઈ બાદ કેન્દ્ર સરકારે શુક્રવારે અદાલતને જણાવ્યું હતું કે તેઓ સોશયલ મીડિયાનું મોનિટરિંગ નહીં કરે.
મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા, જસ્ટિસ એ. એણ. કાનવિલકર અને જસ્ટિસ ડી. વાઈ. ચંદ્રચૂડની ખંડપીઠની સામે સરકારના નિવેદન બાદ આ મામલાનો નિકાલ કરવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે ટીએમસીના ધારાસભ્ય મહુઆ મોઈત્રાની અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરી હતી. તેની સાથે આ મામલામાં અટોર્ની જનરલ કે. કે. વેણુગોપાલનો પણ સહયોગ માંગવામાં આવ્યો હતો.
ટીએમસીના ધારાસભ્ય મહુઆ મોઈત્રાએ કહ્યું હતું કે સોશયલ મીડિયા પર મોનિટરિંગ માટે કેન્દ્ર સરકાર આ કાર્યવાહી કરી રહી છે. જેને કારણે ટ્વિટર, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને ઈમેલમાં રહેલા તમામ ડેટા સુધી કેન્દ્ર સરકારની પહોંચ થઈ જશે અને આ વ્યક્તિ ના ખાનગીપણાના અધિકારનું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે.
આ અરજી પર અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં મોઈત્રાની પેરવી કરતા દલીલો રજૂ કરી હતી. સિંઘવીએ કહ્યું હતુ કે સરકારે અરજીઓ મંગાવી છે અને ટેન્ડર ૨૦મી ઓગસ્ટે ખુલશે. સિંઘવીએ કહ્યું હતુ કે તેઓ સોશયલ મીડિયા હબ દ્વારા સોશયલ મીડિયાની વિષયવસ્તુઓ પર નજર રાખવા ચાહે છે.
(જી.એન.એસ)

*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY