અમરેલી,તા.૫
અમરેલીમાં દીપડો બાળકને ઉઠાવી ગયાના મામલે જંગલમાંથી બાળકની લોહીવાળી ટીશર્ટ મળી આવી છે. ભલગામ પાસે વાડીમાંથી આ ટીશર્ટ મળી આવ્યું છે. દીપડો બગસરાના સુડાવડ ગામેથી બાળકને ઉઠાવી ગયો હતો.
બગસરાના ચુડાવડ ગામમાંથી બે વર્ષના બાળકને દિપડો ઉપાડી ગયો હતો. માતાની નજર સામે જ દીપડો બાળકને ઉપાડી ગયો હતો. વહેલી સવારે ખેતરની ઓરડી પાસે સુતા બાળકને દિપડો દબોચી ગયો હતો. બચુભાઈ કોરાટની વાડીમાં એક પરિવાર મજુરી કામ કરે છે.
જેમાં મેહુલ પ્રભુભાઈ નામના બાળકને દીપડો ઉઠાવી ગયો હતો. સ્થાનિકો દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી વનવિભાગે ઘટના સ્થળે પહોંચી ભાળ મેળવવાના પ્રયત્નો ચાલુ કર્યા હતા. જેથી સમગ્ર વિસ્તારમાં દીપડાની દહેશક વચ્ચે ભયનો માહોલ છવાયો છે.
અમરેલી જિલ્લાના બગસરાના સુડાવડ ગામમાં બે વર્ષના બાળકને દીપડો ઉઠાવી ગયાની ઘટના બની હતી. મંગળવારે વહેલી સવારે સીમમાં ઝાડીમાંથી આવેલા દીપડાએ માતાની પડખે સૂતેલા બાળકને ખેંચીને ઉઠાવી ગયો હતો.આ સમગ્ર ઘટનામાં પરપ્રાંતિય પરિવારમાં શોકની લાગણી ફેલાઇ છે. જ્યારે ઘટનાની જાણ થતાં વન વિભાગ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથધરી હતી. જેમાં જંગલમાંથી બાળકના લોહીવાળી ટીશર્ટ મળી આવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




