સિંહણે એક સાથે ૫ સિંહ બાળને જન્મ આપ્યો

0
7

અમરેલી,તા.૧૦
અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યામાં વધારો થયો છે. ખાંભા રેન્જમાં સિંહણે ૫ બચ્ચાને જન્મ આપ્યો છે. બાળ સિંહોનો જન્મ થતા લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવી હતી.
આ ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. હાલમાં સિંહણને વન વિભાગની દેખરેખ હેઠળ રાખવામાં આવી છે. એક સાથે ૫ બાળસિંહના જન્મથી સિંહ પ્રેમીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાંથી ૮ સિંહોને ઉત્તરપ્રદેશમાં મોકલવામાં આવશે. જૂનાગઢના સક્કરબાગમાંથી ઉત્તરપ્રદેશના સેફાઈના સફાઈ પાર્કમાં ગુજરાતના ૮ સિંહોને લઈ જવાશે.
મળતી માહિતી મુજબ સેનાના વિેશેષ વિમાનથી સક્કરબાગના ૮ સિંહોને ઉત્તરપ્રદેશના સેફાઈ પાર્કમાં મોકલવામાં આવશે. ગોરખપુરના ઝુમાં ૧ નર ૫ માદાને રાખવામા આવશે. હાલ પુરતા ૮ સિંહોને ઈટાવા સફરી પાર્કમાં રાખવામાં આવશે. કેન્દ્રિય વન વિભાગના અધિકારીઓ દ્વારા સિંહોના સ્થાંળતર કરવાની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં સિંહણે એક સાથે ૫ સિંહબાળને જન્મ આપતા બે માસમાં ૧૦ બાળસિંહ નોંધાયા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY