અમદાવાદ,તા.૫
૨૦૧૯માં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ યોજવા માટે તૈયારીઓ શરુ થઈ ગઈ છે ત્યારે અમેરિકાએ વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં પાર્ટનર બનવાનો ઈનકાર કરીને ગુજરાત સરકારને આંચકો આપ્યો છે. અમેરિકાએ આ માટે ભારત સરકાર સાથે વ્યાપાર નીતિના મુદ્દે સર્જાયેલા મતભેદોનુ કારણ આગળ ધર્યુ છે. અમેરિકાએ કહ્યું છે કે જ્યાં સુધી આ મુદ્દાઓનો ઉકેલ નહી આવે ત્યાં સુધી તે સમિટમાં પાર્ટનર નહી બને.
ચારે તરફથી ઘેરાયેલી રુપાણી સરકાર વાઈબ્રન્ટ ગુજરાત સમિટ સફળ બનેતે માટે ભરપૂર પ્રયાસો કરી રહી છે ત્યારે આ મોરચે પણ સરકારને મોટો ફટકો પડ્યો છે. ભારત સ્થિત અમેરિકન કોન્સ્યુલ જનરલે કહ્યું હતુ કે વૈશ્વિક સ્પર્ધામાં બંને દેશોમાં વેપારની સ્થિતિ સમાન હોવી જાઈએ. અમેરિકા ભારત પાસે ઓપન માર્કેટની અપેક્ષા રાખે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



