તુલસીશ્યામથી સારવારમાં ખસેડાયેલી ૧૨ વર્ષની સિંહણનું મોત

0
14

અમરેલી,તા.૧૯
ગીર પૂર્વની તુલસીશ્યામ રેન્જમાં હજુ બે દિવસ પહેલા સાત સાવજોને રેસ્ક્યુ કરી જસાધાર ખસેડાયા બાદ ખડાધારની સીમમાંથી વધુ એક સિંહબાળને રેસ્ક્યુ કરી સારવારમાં ખસેડાયું છે, તો બીજી તરફ અગાઉ ૯મી તારીખે અહીંથી જસાધાર એનીમલ કેર સેન્ટરમાં સારવાર માટે ખસેડાયેલી ૧૨ વર્ષની સિંહણનું મોત થયું હતું. અચાનક તુલસીશ્યામ રેન્જમાં જ સાવજોને લઇને તંત્રની એક્ટીવીટી વધી ગઇ છે.
તુલસીશ્યામ રેન્જના કોઠારીયા રાઉન્ડમાં આવતા સોનારીયા ગામની સીમમાંથી ગત ૯મી ડીસેમ્બરે વનતંત્રએ ૧૨ વર્ષની ઉંમરની એક બિમાર સિંહણને પાંજરે પુરી સારવાર માટે જસાધારના એનીમલ કેર સેન્ટરમાં ખસેડી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયુ હતું. વનતંત્રએ આ સિંહણના મોત માટે તે વૃદ્ધ થઇ ગયાનું કારણ જણાવ્યું હતું. થોડા દિવસ પહેલા અહીંથી રેસ્ક્યુ કરાયેલા એક સિંહબાળનું પણ આ જ રીતે જસાધારના એનીમલ કેર સેન્ટરમાં મોત થયુ હતું.
બીજી તરફ તુલસીશ્યામ રેન્જમાં જ વન વિભાગ દ્વારા એક પછી એક સાવજોને રેસ્ક્યુ કરી જસાધાર એનીમલ કેર સેન્ટરમાં ખસેડાઇ રહ્યા છે. બે દિવસ પહેલા આ રેન્જના કોદીયા ગામની સીમમાંથી બે સિંહણ અને તેના પાંચ બચ્ચાને તંત્રએ પકડી લીધા હતાં. એક સિંહણને માથામાં ઇજા હોવાનું અને બીજી સિંહણને પગમાં ઇજા હોવાનું કારણ બતાવાયું હતું. વળી આ બન્ને સિંહણોના બચ્ચાને રેઢા મુકી શકાય તેમ ન હોય તેને પણ રેસ્ક્યુ કરાયા હતાં.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY