અમરેલી,તા.૨૯
અમરેલી જિલ્લા જેલમાં તેની ક્ષમતા કરતા વધુ કેદીઓને સમાવવામાં આવતા જેલ તંત્ર અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. અમરેલી જિલ્લા જેલમાં અમરેલી ઉપરાંત દીવ અને અન્ય જિલ્લાઓના કેટલાક કેદીઓને રાખવામાં આવ્યા છે, જેને લઈને જેલ હાઉસફુલ બની હોવાની વિગતો પ્રાપ્ત થઇ રહી છે. બે દિવસ પહેલા ભાવનગર રેન્જ ૈંય્ દ્વારા જેલની મુલાકાત કરવામાં આવી હતી. ત્યારે જેલના સત્તાધીશો દ્વારા ૈંય્નું સમગ્ર મામલે ધ્યાન દોરવામાં આવ્યું હતું.
અમરેલી જિલ્લા જેલમાં ૨૦૭ જેટલા કેદીઓને સમાવી શકવાની ક્ષમતા છે. ત્યારે આજે અમરેલી જેલમાં ૨૭૩ જેટલા કેદીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તહેતરમાં દીવની જેલને બંધ કરીને ત્યાં મ્યૂઝિયમ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ત્યારે ત્યાં રહેલા તમામ કેદીઓને અમરેલી જેલમાં ખસેડવામાં આવ્યા હતા. જેને લઈને અમરેલી જિલ્લા જેલ હાઉસફુલ બની હતી. જેને લઈને હવે અમરેલી જેલમાંથી કેદીઓને રાજ્યની અન્ય જેલોમાં ખસેડવામાં આવી રહ્યા હોવાની વિગતો પણ મળી રહી છે.
અમરેલી જિલ્લા જેલ બની હાઉસફુલઅત્રે ઉલ્લેખનીય છે કે, અમરેલી જેલમાં અવાર નવાર અનેક સંવેદનશીલ વસ્તુઓ મળી આવી હતી. જેને લઈને પણ જેલ ચર્ચાઓમાં જોવા મળતી હતી. ત્યારે આજે જેલ હાઉસફુલ થઇ છે જેને લઈને ફરી એક વખત ચર્ચાઓ જોવા મળી રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


