અમરેલી,તા.૧૩
અમરેલી પંથકમા કાતિલ ઠંડીનું મોજુ ચાલી રહ્યું છે ત્યારે ઠંડીમા આંશિક રાહત થઇ હતી. જો કે બાબરામા અજાણ્યા ૭૦ વર્ષના વૃદ્ધ ખુલ્લામાં સુતા હોય ઠંડીમા ઠુંઠવાઇ જવાથી મોત થયું હતું.
અમરેલી પંથકમા છેલ્લા દસ દિવસથી કડકડતી ઠંડી પડી રહી છે. તાપમાનનો પારો ૧૦ ડિગ્રી આસપાસ ઘુમી રહ્યો છે. શિયાળામા પ્રથમ વખત આ જોરદાર ઠંડીનો રાઉન્ડ આવ્યો છે. જો કે આજે ટાઢમા થોડી રાહત મળી હતી. કારણ કે ન્યુનતમ તાપમાન ઉંચકાયું હતું. અમરેલીમા મહતમ તાપમાન ૩૨.૬ ડિગ્રી અને ન્યુનતમ તાપમાન ૧૪.૫ ડિગ્રી રહ્યું હતું. જ્યારે હવામા ભેજનું પ્રમાણ વધીને ૭૦ ટકા પર પહોંચી ગયું હતું. તો બીજી તરફ પવનની ગતિ પ્રતિ કલાક ૩.૮ કિમીની રહી હતી.
બીજી તરફ ઠંડીના કારણે મોતની જિલ્લામાં બીજી ઘટના બની છે. અગાઉ રાજુલા પંથકમા એક આધેડનુ ઠંડીના કારણે મોત થયા બાદ ગઇરાત્રે બાબરામાં એસટી ડેપો નજીક આશરે ૬૫થી ૭૦ વર્ષના અજાણ્યા વૃદ્ધનુ ઠંડી લાગવાથી મોત થયું હતું. આ વૃદ્ધ અહીં બસ સ્ટેન્ડ નજીક ખુલ્લી જગ્યામાં સુતા હતા અને સવારે મૃત હાલતમાં મળી આવ્યા હતા. જેને પગલે પોલીસે આ દિશામા ધોરણસરની તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


