ગાંધીજીની પ્રતિમા તૂટવા મામલે સવજી ધોળકીયાએ પોલીસ સ્ટેશનમાં નિવેદન નોંધાવ્યુ

0
32

અમરેલી,તા.૧૩
લાઠી નજીક દુધાળા ગામમાં હરિકૃષ્ણ સરોવરમા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની મૂર્તિ તૂટવાની ઘટનામાં લાઠી પોલીસે સુરતના ઉદ્યોગપતિ સવજી ધોળકિયાને ૧૩ જાન્યુઆરી સુધીમાં હાજર થવા સમન્સ પાઠવ્યું હતું. આથી સવજી ધોળકીયા પોતાનું નિવેદન નોંધાવા માટે લાઠી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને નિવેદન નોંધાવ્યું હતું. આ માટે એએસપી પ્રેમસુખ ડેલુ પણ લાઠી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.
હકીકતમાં આ મુર્તિ કોઇએ તોડી નથી પરંતુ ટ્રેક્ટર અથડાવવાથી તૂટયાનું ખુલ્યા બાદ પોલીસ આ પ્રકરણમા જાણીતા ઉદ્યોગપતિ સવજીભાઇ ધોળકીયાની પૂછપરછ કરવા માટે સમન્સ પાઠવ્યું હતું. આ મૂર્તિ સરકારી જગ્યા પર મુકવામા આવી હતી. જેને પગલે કોઇ ગુનો બને છે કે કેમ? તેની તપાસ પણ પોલીસે શરૂ કરી હતી. ધોળકિયા ફાઉન્ડેશનના માણસોની ઓડિયો ક્લિપ વાઇરલ થઇ હતી. જેમાં દાદા નામના શબ્દનો ઉલ્લેખ થયો હતો. આથી પોલીસ આ માણસો વિરૂદ્ધ જાણવા જોગ ફરિયાદ દાખલ કરી હતી. આથી સવજી ધોળકિયાની પૂછપરછ કરવામાં આવી છે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની મૂર્તિ તોડી પાડવાની ઘટનામાં ટ્રેક્ટરની ટક્કરમાં તૂટી ગઇ હતી. અને બાદમા તેનો કાટમાળ પણ હટાવી લેવાયો હતો. આ ઘટના બીજી તારીખે બની હોવાનું કહેવાય છે. જો કે ત્યારબાદ ચોથી તારીખે રાત્રે આ અંગે કોઇએ મૂર્તિ તોડી છે તેવું પોલીસમાં જાહેર કરવાનું નક્કી કરી મૂર્તિના ટૂકડા ફરી ત્યાં ગોઠવી દેવાયા હતા અને સવારે આ મુદ્દે કાગારોળ મચાવાઇ હતી. જો કે પોલીસે આ અંગે ઉંડાણથી તપાસ કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY