વાડીમાં ખાટલે સુતેલા ખેડૂત પર દીપડાનો હુમલો, પેટનો ભાગ અને પગ કરડી ખાતા મોત

0
9

અમરેલી,તા.૫
બગસરાના મોટા મુંજીયાસર ગામે રહેતા અને ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતા વજુભાઇ ધનજીભાઇ બોરડ (ઉ.૫૦) નામના ખેડૂત ગત રાત્રે રખોપુ કરવા માટે પોતાની વાડીએ ગયા હતા. વાડીના ફરજામાં ખાટલા પર સુતા હતા ત્યારે મધરાત્રે માનવભક્ષી દીપડો આવી ચડયો હતો. દીપડાએ ભરનિંદ્રામાં રહેલા વજુભાઇને બોચીથી પકડી ૨૦૦ ફૂટથી વધુ ઢસડી વાડીની બહાર ખેતરમાં લઇ ગયો હતો. બાદમાં પેટનો ભાગ અને એક પગ કરડી ખાતા તેનું મોત નીપજ્યું હતું.
વજુભાઇએ દીપડાના મુખમાંથી છૂટવા માટે ઘણા તરફડીયા અને વલખા માર્યા હતા. પરંતુ ખુંખાર દીપડાની ચુંગાલમાંથી તેઓ છૂટી શક્યા નહોતા અને મોતને વ્હાલું કર્યું હતું. મોટા મુંજીયાસર ગામની આ બીજી ઘટના છે. આથી ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતા જ વન વિભાગની ટીમ દોડી આવી છે. દીપડાના આતંકથી ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વન વિભાગે માનવભક્ષી દીપડાને પાંજરે પૂરવા માટેની કામગીરી હાથ ધરી છે. તેમજ ખેડૂતના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY