વાતાવરણમાં પલટો, વરસાદી ઝાપટું પડતા ખેડૂતો ચિંતામાં

0
3

અંબાજી, ધારીમાં કરા સાથે વરસાદ, કેરીના પાકને નુકસાન જવાની ભીતિ
અમરેલી,તા.૪
છેલ્લા દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છના વાતવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. ફાની વાવઝોડાની અસર સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી હોય તેમ સાવરકુંડલાના બાઢડાથી જાબાળ સુધીના વિસ્તારમાં વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. ભારે પવન સાથે વરસાદી ઝાપટુ વરસી જતા રસ્તા પર પાણી વહ્યાં હતા. કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે ત્યારે ખેડૂતોમાં પણ ચિંતાનું પ્રસરી ગયું છે. વરસાદથી અસહ્ય ગરમીમાંથી લોકોએ રાહત અનુભવી હતી અને આ વિસ્તારમાં ઠંકડ પ્રસરી હતી.
સાવરકુંડલા બાદ અમરેલીના ધારી તાલુકાના જીરા, ખિસરી, કરમદડી, ત્રંબકપુર સહિતના ગામોમાં વરસાદી છાંટા પડ્યા હતા. અસહ્ય બફારા વચ્ચે વરસાદ વરસતા લોકોએ ગરીમમાંથી રાહત મેળવી હતી તો ધારીના ખેડૂતોમાં ચિંતા પ્રસરી હતી કે, કેરીના પાકને વરસાદ નુકસાન કરશે.
શક્તિપીઠ અંબાજીમાં અચાનક વાતાવરણમા પલટો આવ્યો છે. જેના કારણે આકાશમાથી તડકો ગાયબ થઇ ગયો છે અને લોકોને ગરમીથી થોડી રાહત મળી રહી છે. અંબાજીમાં ગાઢ ધુમ્મસ વાળું વાતાવરણ થઇ ગયું છે. અંબાજી પંથકમાં શુક્રવારે પણ વાતાવરણમા પલટો આવ્યો હતો,અંબાજી આસપાસના વિસ્તારમા ધીમા ધીમા વરસાદી છાટા પડ્યા છે અને કરા પણ પડ્યા છે.
સાબરકાંઠાના પોશીનામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણના કારણે લોકોને ગરમીમાં રાહત મળી છે. પરંતુ કમોસમી માવઠાની વકીથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. ખેડૂતોમાં બાજરી, મગ, જુવાર જેવા અનેક પાકો તથા શાકભાજી સહિત વરસાદ પડે તો નુકસાન થાય તેવી ભિતી દેખાઈ રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY