સુરત, તા.૪
નવાપુરાના રમેશચંદ્ર ગોરસાવાળાની ભેસ્તાન ખાતે આવેલી વડીલો પાર્જીત જમીનના બોગસ દસ્તાવેજો બનાવી જમીન પચાવી પાડવાની કોશિષ કરનાર અસલમખાન પઠાણ સામે પાંડેસરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાઈ હતી.
પાંડેસરા પોલીસ નવપુરા ઘાંચછી શેરીમાં રહેતા રમેશચંદ્ર ઈશ્વરલાલ ગોરસાવાળાની વડીલો પાર્જી જમીન ભેસ્તાન ખાતે આવેલી છે. આરોપી અસલમખાન રૂસ્તમખાન પઠાણે (ગોપીપુરા મોમનાવાડ)એ આ જમીનના બોગસ દસ્તાવેજા બનાવી સુરત મહાનગરપાલિકાના દફતરે પોતાનું દાખલ કરાવી જમીન પચાવી પાડવાની કોશિષ કરી હતી. પાંડેસરા પોલીસે રમેશચંદ્ર ગોરસાવાળાની ફરિયાદ નોîધી પો.ઈ. કે.બી. ઝાલાએ તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




