ચાર આરોપીઓ વિરુદ્ધ પોલીસે બળાત્કારïનો ગુનો દાખલ કર્યો હતો
સુરત, તા.૪
ખેડા જિલ્લાના કપડવંજ ગામ ખાતે રહેતી ૩૦ વર્ષની યુવતિ સાથે નવસારી હાઈવે પર આવેલા એક ફાર્મ હાઉસ ખાતે સામૂહિક બળાત્કાર ગુજારવાના પ્રકરણમાં આ ગુનાની તપાસ કરી રહેલા ડીવાયએસપી એસ.જી. રાણાએ આ ગુનાના તપાસના કામે નિવેદન નોધવા માટે પીડિતાને સીઆરપીસી-૧૬૦ મુજબનું સમન્સ મોકલાતું હોવાનું જાણવા મળ્યું છે. જો કે, આ પીડિતાએ સુરતના એડવોકેટ ઝમીર શેખના માધ્યમથી સામૂહિક બળાત્કારની પોલીસ ફરિયાદ પોલીસ ચોપડે નોîધાવતા પોલીસે કતારગામ સાંઈ હેવન એપાર્ટમેન્ટના શૈલેષ પાલડીયા સહિત ૪ આરોપીની ધરપકડ કરાવવાના ચક્રોગતિમાન કર્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં એક ૩૦ વર્ષની યુવતી રહે છે. ગત તા. ૧૨મી માર્ચના રોજ તેણીનો વિશ્વાસ કેળવી બ્યુટી પાર્લરનો વેપાર ભાગીદારીમાં કરવો છે તેમ કહીને સુરતમાં શૈલેષ પાલડિયાએ બોલાવી હતી અને ત્યારબાદ ફિયાદ, હેમલ તથા વિમલ નામના આરોપીઓએ તેણીને નવસારી ફાર્મ હાઉસ ખાતે લઈ જઈ કેફી પદાર્થ પીવડાવી ત્રણેય ઈસમોએ સામૂહિક બળાત્કાર ગુજારી ફરાર થઈ ગયા હતા. આ ગુનામાં પોલીસને તપાસમાં નિવેદન નોધવું જરૂરી હોય તે માટે પીડિત યુવતીને સીઆરપીસી-૧૬૦ મુજબનો સમન્સ કાઢી સમન્સ મળ્યાથી દિન-૪માં નવસારી સબજેલનીબાજુમાં આવેલી ડીવાયએસપી ઓફિસમાં હાજર થવાનું જણાવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


