આણંદ,તા.૧૯
રાજ્યમાં અનેક અકસ્માતો બનતા હોય છે, ત્યારે આણંદના મેફેટ રોડ પર એક કારનો જોરદાર અકસ્માત નડયો હતો. પહેલી નજરે આ અકસ્માત જોતા કેવી રીતે ઘટના બની હશે તેનો અંદાજો લગાવવો મુશ્કેલ હતો. અહીં એક કાર વીજપોલ સાથે અથડાઇને એક દુકાનના શટર અને થાંભલાની વચ્ચે બીડાઇ ગઇ હતી. સદ્દનસીબે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ હતી.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, આણંદના મેફેર રોડ પર ગત મધ્યરાત્રીના સુમારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ વિચિત્ર અકસ્માતને લઈ સો લોકો આશ્ચર્યમાં મૂકાઇ ગયા હતા. આ ઘટનામાં મધ્યરાત્રિએ કાર પરથી પોતાનો નિયંત્રણ ગુમાવતો કાર વિજપોલ સાથે અથડાઈને બે વીજ પોલ વચ્ચે વિચિત્ર રીતે ફસાઈ ગઇ હતી.
આ ઘટના બન્યા બાદ કાર ડ્રાઇવર ગભરાઇ ગયો હતો, અને તે કાર મુકીને રફૂચક્કર થઇ ગયો હતો. સવારે જ્યારે લોકોએ આ ઘટના જોઇ ત્યારે લોકોને વિશ્વાસ નહોતો થતો કે કારને કેવી રીતે અકસ્માત નડયો હશે. આણંદમાં જ્યાં આ ઘટના બની હતી, ત્યાં કાર અથડાતા વીજ લોખંડનો વીજ પોલ વળી ગયો હતો. સદ્દનસીબે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નહોતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



