દુષ્કર્મ મુદ્દે કોર્ટે બે આરોપીને ૨૦ વર્ષ કેદની સજા ફટકારી

0
9

આણંદ,તા.૫
દેશભરમાં દુષ્કર્મના બનાવો પોલીસના ચોપડે વધી રહ્યા છે. ત્યારે સરકાર તેમજ ન્યાયાલય પણ આવા બનાવોને અટકાકવવા ગુનેગારોને કડકમાં કડક સજા આપી અને આ પ્રકારના બનાવો ભવિષ્યમાં ન બને તે માટે પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે ૨૦૧૬ના એક કેસમાં આણંદની સેસન્સ કોર્ટે કડક ચુકાદો આપ્યો છે.
અઢી વર્ષ અગાઉ બનેલી દુષ્કર્મની ઘટના આણંદ સેશન કોર્ટ દ્વારા ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ૨૦ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. તેમજ સાથે સાથે બંને આરોપીને સમગ્ર ઘટનામાં ઉમરેઠ પાસેના એક ગામમાં કુદરતી હાજતે ગયેલી ભાળિકાને ગામના જ ૨ નરાધમોએ દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી હતી. જેની જાણ પીડિતાના પિતાને થતાં તેમણે ઉમરેઠ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. જેમાં સમગ્ર મામલો ખુલ્યો થયો હતો કે, ૫ માસનો ગર્ભ ધારણ કરેલી ૧૭ વર્ષીય બાળકીને કોર્ટના હુકમ બાદ ગર્ભપાત કરાવી અને તેને ટેસ્ટ કરતા માલૂમ પડ્યું હતું. જેને લઈને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે સમગ્ર મામલાની ગંભીરતા જાતા આ કેસ એડિશનલ સેશન્સ જજ આરટી પંચાલની કોર્ટમાં ચાલતો હતો. તેમા સરકારી વકીલ પટેલ અને સહાયક વકીલ કેતન પટેલ દ્વારા ધારદાર રજૂઆતો કરી અને જેટલા સાક્ષીઓ અને ૨૧ જેટલા આધાર પુરાવાઓ રજૂ કરી અને સમગ્ર ઘટના અંજામ આપવાનું અને હકીકત ઉજાગર કરી હતી. જેમાં આરોપીઓની આકરી સજા કરવા માટે નામદાર કોર્ટ સમક્ષ માગ કરી હતી. એડિશનલ સેશન્સ જજ આર.ટી.પંચાલ દ્વારા બંને આરોપીઓને ૬૬ હજારનો દંડ અને ૨૦ વર્ષ કેદની સજા ફટકારવામાં આવી હતી. સાથે સાથે સમાજમાં બીજીવખત આવી ઘટના ના ઘટે તેઓ તેવો દાખલો બેસાડ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY