અંકલેશ્વરમાં રાત્રીના લૂંટારુઓએ ત્રાટકી રૂપિયા ત્રણ કરોડ પચાસ લાખની લૂંટ ચલાવી પલાયન થયા.

0
177

ફોર વિલ ગાડી લઈને અવેલા લૂંટારુઓ સીસીટીવી કેમરમાં થયા કેદ..

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં જીઆઇડીસી વિસ્તારમાં ગુરુકૃપા સોસાયટીનાં એક મકાનમાં રાત્રિનાં સમયે ફોરવીલ ગાડી લઈને આવેલા લૂંટારુઓએ ૩.૫૦ કરોડની લૂંટની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પરિવારનાં સભ્યો મનસુખ રાદરિયા,પત્ની અને પુત્રને કોઈક અજાણ્યા શખ્સોએ કેફી પદાર્થ સુઘાંડી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. આ બનાવ અંગે જીઆઈડીસી પોલીસ મથકે ગુનો નોંધી તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મથકે જીઆઈડીસી વિસ્તારમાં આવેલી જલધારા ચોકડી નજીકની આવેલ ગુરૂકૃપા સોસાયટીમાં મનસુખ નારણ રાદડિયા તેમનાં પરિવાર સાથે રહે છે. ગત રાત્રિનાં સમયે ૪ જેટલાં અજાણ્યા શખ્સોએ ઘરમાં ધસી આવી પરિવારને બાનમાં લીધો હતો. તેમને ધમકી આપી ભયભીત કર્યા હતા. બાદમાં માળિયામાં અને કબાટમાં મુકેલાં પોટલાંઓમાંથી અંદાજે રૂપિયા ૩.૫૦ કરોડ ઉપરાંતની લૂંટ ચલાવીને અંધારામાં પલાયન થઈ ગયા હતા.

લૂંટ કરવા આવેલાં ૪ લૂંટારૂઓ સોસાયટી બંધકના ઘરની સામેનાં મકાનમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા.

આ લૂંટની ઘટના એંગે પરિવારે તરત જ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

જીઆઈડીસી પોલીસ મથકનાં પી.આઈ. આર.કે ધૂળિયાએ જણાવ્યું હતું કે, ગુરૂકૃપા સોસાયટીમાં ગત રાત્રિના સમયે આવેલા ૪ શખ્સો મારુતિ અર્ટિગા કારમાં આવ્યા હતા. જેમણે પરિવારનાં ત્રણ સભ્યોને મોઢા ઉપર કલોરોફોર્મ જેવું ઘેનયુક્ત પદાર્થ સૂંઘડી મોઢું દબાવીને બંદૂક જેવું હથિયાર મૂકી અંદરના રૂમમાં ઢસડી જઈને પલંગ ઉપર બાંધી દઈ આશરે ૩ કરોડ ૫૦ લાખની લૂંટ ચલાવી એક મોબાઈલ લઈને ફરાર થઈ ગયા હતા.આ ઘટનાં નજીકનાં ઘરમાં લગાવેલા સીસીટીવીમાં કેદ થતાં તે ફૂટેજ મેળવી લઈને વિવિધ દિશામાં તપાસ ચલાવી રહ્યાં છે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY