વાલિયામાં દીપડાનો આતંકઃ હૂમલો કરતાં બે લોકો ઘાયલ

0
8

ભરૂચ,તા.૨૨
ભરૂચ જિલ્લાના વાલિયાના હીરાપોર ગામની સીમમાં દીપડાએ ખેતરમાં કામ કરતા શખ્સો પર અચાનક હુમલો કરી ઈજા પહોંચાડી હોવાનો બનાવ બન્યો હતો. જેમાં બે શખ્સોને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના વાલિયાના હીરાપોર ગામની સીમમાં આવેલ ખેતરમાં કામ કરતા બે શ્રમજીવીઓ પર આજે સવારે અચાનક દીપડાએ હુમલો કર્યો હતો. દિપડાએ કરેલ અચાનક હૂમલામાં નાની-મિટી ઇજાઓથી ઘાયલ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતાં. જા કે બે શખ્સો પર હુમલો કરી દીપડો ભાગી ગયો હતો. સમગ્ર હૂમલાની જાણ વન વિભાગને કરાતા વન વિભાગે દિપડાને પાંજરે પુરવા કવાયત હાથ ધરી છે. દિપડાના હૂમલાના પગલે ગ્રામજનોમાં ભયનું વાતાવરણ ફેલાવા પામ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY