પારસી લોકો દ્રારા પતેતી તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.

0
435

આજ રોજ ભરૂચ શહેર અને જિલ્લામાં વસતા પારસી સમાજના લોકો દ્રારા પતેતી તહેવાર નિમિત્તે નવુવર્ષ નવરોઝ મુબારકની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી હતી.

પતેતી એટલે પશ્ચાતાપ કરવો. અવેસ્તામાં પતેતનું ભણતર હોય છે. આ દિવસે વર્ષ દરમિયાન કરેલી ભૂલોનો પશ્ચાતાપ કરી શુદ્ધ થવાનું હોય છે. પારસી કોમમાં પતેતીનો તહેવાર દિવાળીની જેમ વર્ષનો છેલ્લો દિવસ ગણાય છે. એના પછીનો દિવસ નવું વર્ષ એટલે કે નવરોઝ કહેવાય છે. પારસીઓ એમના નૂતન વર્ષને નવરોઝ મુબારક કહે છે.

પારસીઓ સૌ પ્રથમ તેઓ દીવ બંદરે ઉતર્યા જ્યાં તેમણે 19 વર્ષ ગાળ્યાં ત્યાં પૉર્તુગીઝોના હુમલા થી કંટાળી તેઓ દરિયાઈ માર્ગે સંજાણ બંદરે ઉતર્યા.અહીં જેમ દૂધમાં સાકર ભળે તેમ તેઓ ગુજરાતી સમાજમાં ભળી ગયાં.

ભરૂચ માં કેટલાંય વર્ષોથી વસવાટ કરતાં પારસી સમાજના લોકોએ આજ રોજ નવુવર્ષ નવરોઝની ધામધૂમથી ઉજવણી કરી હતી.કોટપારસી વાળ ખાતે આવેલી તેમની અગિયારીની પૂજા કરી એક બીજાને નવરોઝ મુબારક બાદી પાઠવી હતી.ભરૂચના શ્યામશેઠના,મીનું શેઠના,એરિક શેઠના પરિવાર દ્રારા પણ ભરૂચ શહેર અને જિલ્લાના લોકોને નવાવર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.

પતેતી નિમિત્તે ભરૂચ શહેરના ધારાસભ્ય દુષ્યંત પટેલ,નગરપાલિકા પ્રમુખ સુરભી તમાકુવાલા ,મારૂતિ અટોદરિયા,
દિવ્યેશ પટેલ, જીજ્ઞેશ બ્રહ્મભટ્ટ, નગરપાલિકા ઉપ પ્રમુખ ભરત શાહ,સહિત મોટી સંખ્યામાં શેઠના પરિવારને નવાવર્ષ ની શુભેચ્છાઓ પાઠવી હતી.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ. મો:-9537920203

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY