ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં નગરપાલિકા સંચાલિત “માં શારદાભવન ટાઉન હોલ”ના બાંધકામ માં થયેલ ગેરરીતિ તથા ભ્રષ્ટાચાર આચરેલ હોઈ જે બાબતે નિષ્પક્ષ કાયદા હેઠળ ભ્રષ્ટાચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી અને સંપૂર્ણ તપાસની માંગ સાથે આજ રોજ નગર પાલિકાના મુખ્ય દંડક વિરોધપક્ષના શરીફ અનવર કાનૂગા અને તેમના સાથીઓ દ્રારા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી.
અંકલેશ્વર શહેર માં બનાવામાં આવેલ અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત “માં શારદાભવન” ટાઉન હોલનું બાંધકામ કરાવેલ છે ,જે કામનું ખાતમહુર્ત તારીખ ૨૭/૨/૧૪ રોજ થયેલ હતું. સ્વર્ણિમ જ્યંતી મુખ્ય મંત્રી શહેર વિકાસ યોજના અંતર્ગત યુ.ડી.પી ૫૬ અને યુ.ડી.પી ૭૮ હેઠળ કરવામાં આવ્યું હતું.યુ.ડી.પી ૫૬ અને યુ.ડી.પી ૭૮ યોજના અંતર્ગત અંદાજીત ૧૦૨૮ લાખના ખર્ચે બનાવામાં આવેલ હતું.તથા માં શારદાભવન ટાઉન હોલનું ઉદ્ઘાટન તારીખ ૧૨/૧૦/૧૭ ના રોજ સ્વર્ણિમ જ્યંતી મુખ્યમંત્રી શહેર વિકાસ યોજના તથા ૧૪ મુ નાણાં પંચ અંતર્ગત નિર્માણ પામેલ ટાઉન હોલનું લોકાર્પણ ભાજપ ના સ્થાનિક નેતા ના હસ્તે કરવામાં આવ્યુ હતુ.
આ સાથે ગઈ ૧૨ જુલાઈના રોજ વરસાદી આગમન થી અંકલેશ્વર માં બનાવામાં આવેલ ટાઉન હોલ,ઓડિટોરિયમ,ઓપન પેસેજ,તેમજ પાર્ટી હોલ,તેમજ પાર્ટી રસોઈ ઘરમાં પણ અડધા ફૂટ જેટલા વરસાદી પાણીનો ઘેરાવો થયેલ હતો.જેમાં આર્કિટેક તથા સિવિલ એન્જિનિયર તથા કન્સલ્ટન કોન્ટ્રાક્ટરની ધાર ધોરણ હેઠળ બનાવેલ તથા તેમની ઉંચી ફી ચૂકવી હોય છતાં પણ પહેલા વરસાદ અને ઉદ્ઘાટન ના માત્ર ૮ મહિના માં જ હોલ માં પાણી ગળતર થયેલ હોઈ જેના આધારે જ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ યોજના હેઠળ જે કઈ કામ કરવામાં આવ્યું તેમાં ગેરરીતિ આચરી હલકી ગુણવત્તા ની ચીજ વસ્તુઓ વાપરી હોય તેવી પ્રબળ શંકા હોઈ આ અંગે નિષ્પક્ષ તપાસ થાય તેનુજ કસૂરવાર ભ્રષ્ટાચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર અને ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




