જિલ્લામાં વીજ કરંટ થી મોત ની બીજી ઘટના
માંડવી તાલુકાના મોટી રાયણ ગામના ચેતન ખીમજી ચુઇયાં ( મહેશ્વરી ) ઉ.વર્ષ ૨૮ રહે.મોટી રાયણ તાલુકો માંડવી જે વ્યવસાયે કડીયા કામ સાથે સંકળાયેલ હતો આજે સવારના ૧૧:૩૦ વાગ્યાના અરસામાં કોડાય ગ્રામ પંચાયતની સામે ભીભામાં ચોકની પાછળ લોખંડના સડીયા કાપવાની કટરથી કામ કરી રહ્યો હતો તે સમયે શોટ સર્કિટ થતા આ યુવાનને વીજ કરંટ લાગવાની ઘટના બની હતી અને બનાવ બાદ તાત્કાલિક તેમને સારવાર અર્થે માંડવીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો જયાં ફરજપરના તબીબ ડો.શ્યામકુમાર દ્વારા મૃત જાહેર કરાયો હતો આ બનાવના પગલે આશાસ્પદ યુવાનના અકાળે થયેલ મૃત્યુના કારણે શોકમાં ગરકાવ થઈ ગયા હતા આ બનાબની વધુ તપાસ એ.એસ.આઈ જશવંતદાન ગઢવી ચલાવી રહ્યાં છે જે માહિતી માંડવી પોલીસ સ્ટેશનના પી.એસ.ઓ મોહનભાઇ ગઢવી પાસેથી તહેલકા ન્યૂઝ દ્વારા ટેલિફોનિક વાત કરી માહિતી મેળવી હતી
રીપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



