વડોદરા,તા.૯
એમ.એસ.યુનિ.ના ફાઇન આટ્ર્સના પૂર્વ વિદ્યાર્થીએ વિશ્વમાં સફેદ પર્વત તરીકે પ્રચલીત મોન્ટ બ્લેન્કની ૧૫,૭૭૭ ફૂટ ઊંચાઈએ હાથમાં તિરંગા સાથે રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું. ત્યારબાદ ૩૦ મિનિટમાં (-૫) ડિગ્રી તાપમાનમાં ૧૦૮ સૂર્ય નમસ્કાર કર્યાં હતાં. નોંધનીય છે કે, આલ્પ્સ ની પર્વતમાળા યુરોપને આવરે છે, જે સ્વિટ્ઝરલેન્ડ, ઇટલી, મોનેકો, ઓસ્ટ્રીયા, જર્મની, સ્લોવેનિયા અને લીચ્ટેન્સ્ટાઇન જેવાં આઠ દેશમાંથી પસાર થાય છે.
દક્ષિણ ભારતમાં માતા-પિતાના મોત બાદ મરીપલી પ્રવિણ વડોદરા સ્થાયી થયાં હતાં. સમા-સાવલી રોડ પર રહેતાં મરીપલી પ્રવિણે એમ.એસ.યુનિ.માં ફાઇન આર્ટસ અને યોગ નિકેતન સંસ્થામાંથી યોગનો અભ્યાસ કર્યો હતો. ૨૦૧૧થી તેઓ યોગ નિકેતન સંસ્થા ખાતે યોગ શિક્ષક તરીકે સેવા આપે છે. મરીપલી પ્રવિણે દેશ-વિદેશના ઊંચા પર્વત પર તબક્કાવાર ૧૦૮ સૂર્ય નમસ્કાર કરવાનું સાહસ શરૂ કર્યું છે.
ગત મહિને યુરોપમાં આલ્પસ્ની સૌથી ઊંચી પર્વતમાળાના મોન્ટ બ્લેન્ક પર સૂર્ય નમસ્કાર કરવા ગયાં હતાં. લોકલ ગાઇડ સાથે મરીપલી પ્રવિણે ઠંડા બરફીલા પવન અને (-૧૦) ડિગ્રી તાપમાનમાં ટ્રેકિંગ, રોક ક્લાઈમ્બિંગ, ગ્લેશિયર પાર કરી મોન્ટ બ્લેન્કની ૧૫,૭૭૭ ફૂટ ઊંચાઈએ પહોંચ્યાં હતાં. આ ઊંચાઈએ પહોંચતા તેમને લગભગ ૬૦ કલાક થયાં હતાં. મોન્ટ બ્લેન્ક પર (-૫) ડિગ્રી તાપમાનમાં નવ દિવસ અગાઉ તેમને હાથમાં તિરંગા સાથે રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું. બપોરે ૧૨ઃ૫૦થી ૧ઃ૨૦ દરમિયાન તેમને ૧૦૮ સૂર્ય નર્મસ્કાર કર્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, મરીપલી પ્રવિણે ગતવર્ષે નેપાળ સ્થિત મેરા પીક પર્વતની ૨૧,૧૭૭ ફૂટ અને માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ ખાતે ૧૭,૫૯૮ ફૂટની ઊંચાઈએ ૧૦૮ સૂર્ય નમસ્કાર કર્યાં હતાં.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





