મુંબઈ,તા.૧૦
આગેવાન ફિલ્મ સર્જક અનુરાગ બસુએ કહ્યું હતું કે જે અભિનેત્રીઓ પોતાની સાથે થયેલી છેડછાડની વાતો કરીને અત્યારે વંટોળ સર્જી રહી છે એ બોલિવૂડ માટે સારી વાત છે. હવે પછી બોલિવૂડ સ્ત્રીઓ માટે વધુ સલામત બનશે.
આરંભ તનુશ્રી દત્તાથી થયો હતો જેણે સિનિયર અભિનેતા નાના પાટેકર પર જાતીય દુરાચારનો આક્ષેપ મૂક્્યો હતો. ત્યારબાદ વિકાસ બહલનું અને છેલ્લે છેલ્લે સંસ્કારી બાબુજીની ઇમેજ ધરાવતા સિનિયર અભિનેતા આલોકનાથ પર જાતીય દુરાચારના આક્ષેપ થયા હતા.
સૌથી વધુ વિકાસ બહલનું નામ ખરડાયું હતું અને એને સુપર ૩૦ ફિલ્મના ડાયરેક્ટર પદેથી તગેડી મૂકવામાં આવ્યો હતો. એને ફિલ્મ નિર્માતા સંઘ અને ફિલ્મ ઉદ્યોગના કર્મચારી સંઘ તરફથી પણ નોટિસ આપવામાં આવી હતી.
આ અંગે અનુરાગ બસુને પૂછવામાં આવતાં એણે કહ્યું કે જે થાય છે એ સારા માટે થાય છે. એકવાર અનિષ્ટ ત¥વો દૂર થઇ જશે તો બોલિવૂડ મહિલા કર્મચારીઓ માટે સલામત બનશે. આ વાવાઝોડું બોલિવૂડ માટે વધુ સારું છે અને એકવાર એ શમી જાય ત્યારે બોલિવૂડ મહિલાઓ માટે સુરક્ષિત બની રહેશે એવું મને લાગે છે.
હાલના આક્ષેપો અને એના પ્રતિભાવથી ફિલ્મોદ્યોગ સાથે સંકળાયેલા સૌ સભાન બનશે અને કોઇની પણ સાથે ગેરવર્તન કરતાં પહેલાં બે વિચારશે એમ તેણે વધુમાં કહ્યું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





