કાર્તિક આર્યન અને દિશા પટની સાથે ચમકશે

0
7

મુંબઈ,તા.૧૦
મોખરાના ફિલ્મ સર્જક ઇમ્તિયાઝ અલી હવે કાર્તિક આર્યન અને દિશા પટનીને લઇને એક રોમાન્ટિક ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવાની જાણકારી મળી હતી.
તાજેતરમાં હિટ નીવડેલી સોનુ કે ટીટુ કી સ્વીટીના કારણે અત્યારે કાર્તિક ફૂલ ફોર્મમાં છે અને બાગી ટુ હિટ નીવડવાથી દિશા પટની હાલ સુપર સ્ટાર સલમાન ખાન સાથે ભારત ફિલ્મ કરી રહી છે. ઇમ્તિયાઝ અલીની લૈલા મજનુ તાજેતરમાં રજૂ થઇ હતી. એ ફિલ્મ એકતા કપૂરે બનાવી હતી અને ઇમ્તિયાઝના ભાઇ સાદિક અલીએ એનું ડાયરેક્શન કર્યું હતું.
ઇમ્તિયાઝે છેક ગયા ડિસેંબરમાં કહ્યું હતું કે મારી પાસે કેટલીક સરસ સ્ક્રીપ્ટ તૈયાર છે અને હું સારી ફિલ્મો બનાવવા જઇ રહ્યો છું. એ વખતે એવી વાતો પણ ઊડી હતી કે ઇમ્તિયાઝ જબ વી મેટ ફેમ શાહિદ કપૂર સાથે ફિલ્મ બનાવશે. શાહિદે પણ આ મુદ્દે અનેરો ઉત્સાહ દર્શાવ્યો હતો પરંતુ પછી કોઇ કારણે વાત આગળ વધી નહોતી.
હવે મળેલી માહિતી મુજબ ઇમ્તિયાઝ કાર્તિક આર્યન અને દિશા પટનીને લઇને એક રોમાન્ટિક સ્ટોરી આધારિત ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. આ ફિલ્મ ટૂંક સમયમાં ફ્લોર પર જવાની શક્યતા છે એમ ઇમ્તિયાઝની નિકટનાં સૂત્રોએ કહ્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY