અનંતનાગમાં સુરક્ષાદળોએ બે આતંકીને ઠાર કર્યા

0
13

અનંતનાગ,તા.૨૪
જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓને ઘેરી લીધા છે. જેમાંથી બે આતંકીઓને ઠાર કરાયા છે.
આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલુ છે. સુરક્ષાદળોને મોડી રાતે અનંતનાગના કોકેરનાગમાં આતંકીઓ હોવાની ખબર મળી હતી. જે પછી સેના, પોલીસ અને સીઆરપીએફના જવાનોએ મળીને સંયુક્ત સર્ચ અભિયાન ચલાવ્યું હતું અને આતંકીઓને ઘેરવામાં સફળતા મેળવી હતી.
આ દરમિયાન આતંકીઓને જાણ થઇ કે પોતે ઘેરાઇ ગયા છે પછી તેમણે ગોળીબારી કરવાની શરૂ કરી દીધી હતી. પછીથી સેનાએ આતંકીઓ પર પણ ફાયરિંગ કરી હતી. જાણકારી પ્રામાણે બંન્ને બાજુથી ગોળીબારી ચાલુ છે. અથડામણ વચ્ચે ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે.
ગુરૂવારે રાતે જમ્મુ કાશ્મીરના બારામૂલામાં લશ્કર-એ-તૈયબાના સંદિગ્ધ આતંકવાદીઓએ વન વિભાગના એક અધિકારીને ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY