ફિલ્મ બાટલા હાઉસ માટે કિયારા અડવાણીને સાઈન કરાઈ

0
15

મુંબઈ,તા.૧૦
અભિનેત્રી કિયારા અડવાણીના ગ્રહો પલટાયા જણાય છે. તાજેતરમાં એને એક નહીં બબ્બે મોટી ફિલ્મો મળી હતી. જ્હાન અબ્રાહમને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ બાટલા હાઉસ માટે એને સાઇન કરવામાં આવી હોવાની માહિતી મળી હતી.
અત્યાર અગાઉ એને શાહિદ કપૂર સાથે હિટ તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડીની રિમેક માટે સાઇન કરવામાં આવી હતી. લેટેસ્ટ માહિતી મુજબ એને બાટલા હાઉસ માટે પણ સાઇન કરવામાં આવી હતી.
દેશના પાટનગર નવી દિલ્હીમાં એક સ્થળે છૂપાયેલા આતંકવાદીઓને બહાર કાઢવા કરાયેલા એન્કાઉન્ટરની કથા ધરાવતી બાટલા હાઉસમાં જ્હાન અબ્રાહમ એસીપી (સહાયક પોલીસ કમિશનર)નો રોલ કરી રહ્યો છે. આમ અત્યારે કિયારાને બબ્બે સારી ફિલ્મો મળી છે.
આ માહિતી આપનારા સૂત્રોએ કહ્યું કે કિયારાને જ્હાનની પત્નીના રોલની આૅફર કરાઇ છે. એને આ સ્ક્રીપ્ટ ગમી છે અને મોટે ભાગે એ આ આૅફર સ્વીકારી લેશે.
જ્હાનની તાજેતરની બબ્બે ફિલ્મો હિટ સાબિત થઇ હતી એટલે અત્યારે જ્હાન પણ ફૂલ ફોર્મમાં છે. રિતેશ શાહે બાટલા હાઉસની સ્ક્રીપ્ટ તૈયાર કરી છે અને નિખિલ અડવાણી એના ડાયરેક્ટર છે. ટી સિરિઝના ભૂષણ કુમાર અને જ્હાનના બેનર તળે આ ફિલ્મ બની રહી છે. ૨૦૧૯માં એને રજૂ કરવાની યોજના છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY