નવસારી, તા.૧૩
રાજયના અનુસુચિત જાતિના ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઅો માટે શારિરીક ક્ષમતા વધે, સાહસિક બને અને તેઅોનામાં રહેલી સુષુપ્ત શકિતઅોને બહાર લાવવાના હેતુથી રાજય સરકાર ઘ્વારા વિદ્યાર્થી, બિનવિદ્યાર્થી યુવક-યુવતીઅોને સાહસિક પગપાળા વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ ૧૦ દિવસ માટે યોજવાનું નકકી કર્યુ છે. રાજય સરકારના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઅોની કચેરી, ગાંધીનગર ઘ્વારા રાજય સરકારના ખર્ચે ૧૦ દિવસનો સાહસિક પગપાળા વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ આગામી ડિસેમ્બર-૧૮ માં મહીસાગર જિલ્લામાં યોજાનાર છે. જેમાં પસંદ થયેલા ૧૦૦ યુવક-યુવતીઅોને ભાગ લેવાની તક આપવામાં આવશે. અનુસુચિત જાતિના યુવક-યુવતીઅો કે જેઅો તા.૩૧/૧૨/૨૦૧૮ ના રોજ ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય તેવા અને આ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા હોય તેઅોએ પોતાની અરજી www.sycd.gujarat.gov.in વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી જેમાં સંપૂર્ણ વિગતો ભરીને આધાર-પુરાવા સાથે જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, ભાદરા, કોલોની પાછળ, કલેકટર કચેરી, બીજા માળ, રૂમ નં-૨૧૨, લુણાવાડા, જિ.મહિસાગર ને તા.૩૦/૧૧/૨૦૧૮ સુધીમાં મોકલી આપવાની રહેશે.
કાર્યક્રમ દરમિયાન નિવાસ, ભોજન કાર્યક્રમ સ્થળે આવવા-જવાનો પ્રવાસ ખર્ચ તેમજ ભાગ લેવા બદલ પ્રમાણપત્ર રાજય સરકારશ્રી ઘ્વારા આપવામાં આવશે. પસંદ થનાર યુવક-યુવતીઅોને પત્ર/મોબાઇલ/ઇ-મેઇલ ઘ્વારા જાણ કરવામાં આવશે.આ અંગે વધુ જાણકારી માટે જિલ્લા રમતગમત અધિકારી, મહિસાગર, મો.નં-૮૪૬૯૯૭૬૮૪૦ તેમજ ઇ-મેઇલ dsomahisagar24@gmail.comઉપર સંપર્ક કરવાં જણાવાયું છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






