ભરૂચ જે.પી.કોલેજ્માં અભ્યાસ કરતા વિદ્યાર્થિઓ દ્વારા કોલેજમાં વિવિધ ડેનું આયોજન કરવામાં આવે છે. જેમાં સંસ્કૃતિનો વારસો જળવાઇ રહે તે હેતુસર વિદ્યાર્થીઓ દ્વારા પ્રતિ વર્ષ રિસ્પેક્ટ ડે પણ યોજી ઉજવવામાં આવે છે.

રિસ્પેક્ટ ડે એટલે આદર આપવો. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા પોતાની સાથે અભ્યાસ કરતા સહાધ્યાયી, વડીલો સહિતના લોકોને આદર આપી માન સન્માનથી આવકારવામાં આવે તે દિવસે દરેક વિદ્યાર્થીઓ એક્બીજાને તેમજ વડીલોને આદર અને માન આપી ભારતિય સંસ્કૃતિનું જતન કરે તેવા શુભાશય સાથે આ દિવસને રિસ્પેક્ટ ડે તરીકે ઉજવવામાં આવે છે.
રિસ્પેકટ ડે ની ઉજવણી નિમિત્તે ભરૂચ જયેદ્ર્પુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કસક ખાતે આવેલ વડિલોના ઘર ખાતે રહેતા વડીલો સાથે રહી પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ભજન-સત્સંગના કાર્યક્ર્મ થકી ઉજવ્યો હતો. કાર્યક્રમ બાદ વિદ્યાર્થીઓ દ્વારા વડિલોને નાસ્તો કરાવી વડિલોનો આદર-સત્કાર કર્યો હતો. પ્રસંગે કોલેજના આચાર્ય,તમામ સ્ટાફ, શિક્ષકા ગણ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થીત રહ્યા હતા.
ધનંજય ઝવેરી:-9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





