અંકલેશ્વરના કાપોદ્રા ખાતે હાજી કદીર પીરઝાદાની હાજરીમાં યોજાયેલો કાર્યક્રમ વ્યસન મુક્તિ તથા ઘરે ઘરે ગાય પાળોનો સંદેશો અપાયા

0
162

અંકલેશ્વર, તા.૧૩

અંકલેશ્વરના કાપોદ્રા ખાતે વર્ષો જૂની પરંપરા મુજબ કોમી એકતા અને ઘરે ઘરે ગયો પાળોનો સંદેશ સાથે એક કાર્યક્રમ મોટામિયા માંગરોળના ગાદી વારસ હાજી કદીર પીરઝાદાની ઉપસ્થિતમાં યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં અંકલેશ્વર વાસીઓ ઉમટી પડ્‌યા હતા.
કોમી એકતા, ભાઈચારો અને વ્યસનમુક્તિના પ્રખર હિમાયતી મોટામીયા માંગરોળના ગાદી વારસ હાજી કદીર પીરઝાદાની અધ્યક્ષતામાં અંકલેશ્વરના કાપોદ્રા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કાંગ્રેસ પ્રવક્તા નાઝુ ફડવાલા, અંકલેશ્વર પાલિકાના વિપક્ષીનેતા ભૂપેન્દ્ર જાની, અગ્રણી મગન માસ્તર સહિત મોટી સંખ્યામાં હિન્દૂ મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કદીર પીરઝાદાએ લોકોને વ્યસન મુક્તિ, ઘરે ઘરે ગાયો પાળોઅને ભાઈચારો કેળવવા માટે આહવાન કરી સંદેશો આપ્યો હતો.
વધુમાં કદીર પીરઝાદા એ જણાવ્યું હતું કે આ પરંપરા ૧૯૫૭ થી હું ચલવુ છુ અને આ પરંપરા મારા બાપ દાદા વખત થી ચાલતી આવે છે અને સમગ્ર ગુજરાત માંથી અહીંયા આદિવાસી અને દલિત લોકો આવે છે અને અહીંયા ખભે થઈ ખભે મિલાવી ને રહે છે વધુ માં એમને કહ્યું હતું કે જાન્યુઆરી મહિના માં એકલબાર થી ગૌશાળા શરૂ કરે છે અને એમના મુખ્ય મહેમાન રામકથા ના માહિર મોરારી બાપુ ઉપસ્થિત રહેવાના છે અને હિન્દુસ્તાન ના ઈતિહાસ માં પ્રથમ વખત દરગાહ પર ગૌશાળા શરૂ થઈ રહી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY