અનુષ્કા શર્મા પર કમેન્ટ કરતા ફારુખ એન્જિનિયરે માફી માગી

0
337

એન્જિનિયરે કહ્યું હતું કે,વર્લ્ડકપ દરમિયાન સિલેક્ટર્સ અનુષ્કા શર્માને ચા પહોંચાડવામાં વ્યસ્ત હતા
ન્યુ દિલ્હી,તા.૧
ભારતના ભૂતપૂર્વ ખેલાડી ફારૂખ એન્જિનિયરે એમએસકે પ્રસાદની અધ્યક્ષતા હેઠળની પસંદગી સમિતિના સભ્યોની લાયકાત પર સવાલ ઉઠાવ્યા હતા. વર્તમાન પસંદગી સમિતિની ટીકા કરતા ફારૂખ એન્જિનિયરે કહ્યું કે, “આ મિકિ માઉસ સિલેક્શન કમિટી છે. જેઓ વર્લ્ડકપ દરમિયાન અનુષ્કા શર્માને ચા ના કપ પહોંચતા થાય તેનું ધ્યાન રાખવામાં વ્યસ્ત હતા.” ફારૂખે એક અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું, ”આપણને મિકી માઉસ સિલેક્શન કમિટી મળી છે. તેઓ માત્ર અનુષ્કા શર્માને ચાના કપ લાવીને આપવામાં વ્યસ્ત હતા.” અનુષ્કા શર્માએ ટ્‌વીટ કરીને પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે કોઇના મૌનને કમજોરી તરીકે ન લેવું જોઇએ. તે પછી ફારૂખે માફી માગી હતી.
આ મુદ્દે અનુષ્કાએ તેનું નિવેદન ટ્‌વીટર પર પોસ્ટ કર્યું હતું. તેના કહેવા પ્રમાણે તે આજે બોલવા માગે છે. કારણ કે કોઇના મૌનને કમજોરી તરીકે ન લેવું જોઇએ. હવે બીજી વખત મારું નામ લઇને મારા કે મારા પતિ કે બોર્ડ વિશે કંઇ કહેવું હોય તો તે તથ્યોના આધારે કરજો અને મને તેનાથી દૂર રાખજો. મેં મારું કરિયર મહેનતથી બનાવ્યું છે અને હું તેના વિશે કોઇ પણ ભોગે સમાધાન કરવા માગતી નથી. આ કોઇ માટે કદાચ માનવું અઘરૂ હશે પરંતુ હું સ્વતંત્ર અને પોતાની મહેનતથી આગળ આવેલી મહિલા છું જે માત્ર એક ક્રિકેટરની પત્ની છે. અને રેકોર્ડ માટે કહી દઉં કે હું કોફી પીઉં છું.
અનુષ્કાએ ટ્‌વીટ કર્યા પછી ફારૂખે માફી માગી લીધી છે. તેણે અનુષ્કાને પોતાની દિકરી સમાન ગણાવી હતી. પૂર્વ ક્રિકેટરે કહ્યું કે, મારી વાતને વધારી ચડાવીને બતાવવામાં આવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY