ન્યુ દિલ્હી,તા.૬
સુપ્રીમ કોર્ટે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ ૩૭૭ના એક હિસ્સાને અપરાધની શ્રેણીમાંથી બહાર કરી દીધો છે. આઇપીસીમાં ૧૮૬૧માં સામેલ કરવામાં આવેલી કલમ ૩૭૭ સમલૈંગિક લોકો વચ્ચે શારીરિક સંબંધોને અપરાધ માનતી હતી. સુપ્રીમ કોર્ટે ગુરૂવારે ચુકાદો આપતા કહ્યું કે સમલૈંગિકતા હવે અપરાધ નથી. બે વયસ્કો એકાંતમાં પોતાની સંમતિથી સંબંધ બાંધે તો તે ગુનો નથી. પરંતુ બાળકો કે પશુઓ સાથે આવા સંંબંધ અપરાધની શ્રેણીમાં જ રહેશે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ રોહિંગ્ટન નરીમન, જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ ઇંદુ મલ્હોત્રાની બંધારણીય બેંચે આ ચુકાદો આપ્યો છે. આ પહેલા સુપ્રીમ કોર્ટે મામલાની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, તેઓ તપાસ કરશે કે શું જીવવાના મૌલિક અધિકારમાં ‘યૌમ આઝાદીનો અધિકાર’ સામેલ છે કે નહીં. ઉલ્લેખનીય છે કે ૧૭ જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે ૪ દિવસની સુનાવણી પછી ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.
કલમ ૩૭૭ બાબતે ચુકાદો આપતા ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ જણાવ્યું કે, “કોઇપણ પોતાના વ્યક્તિત્વથી બચી શકતું નથી. સમાજ હવે વ્યક્તિગતતા (ઇન્ડિવિડ્યુઅલાઇઝેશન) માટે ઘણો સારો છે. પ્રવર્તમાન પરિસ્થિતિમાં આપણા વિચાર-વિમર્શ વિભિન્ન પાસાઓ દર્શાવે છે.
સીજેઆઇએ કહ્યું કે, “હું જે છું એ છું. પરિણામે જેવો છું તે જ સ્વરૂપમાં મારો સ્વીકાર કરવામાં આવે. સમલૈંગિક લોકોને સન્માન સાથે જીવવાનો અધિકાર છે.
બેંચે સ્વીકાર્યું કે સમલૈંગિકતા હવે અપરાધ નથી. લોકોએ પોતાના વિચારોમાં પરિવર્તન લાવવું પડશે. સીજેઆઇ દીપક મિશ્રા અને જસ્ટિસ એએમ ખાનવિલકરે કહ્યું કે સમાન જાતિવાળા લોકોની વચ્ચે સંબંધ બનાવવો હવે કલમ ૩૭૭ હેઠળ નહીં આવે.
જજાએ કહ્યું કે સમાજ પૂર્વગ્રહોથી મુક્ત હોવો જાઇએ. દરેક વાદળમાં ઇંદ્રધનુષ શોધવું જાઇએ. ઉલ્લેખનીય છે કે ઇંદ્રધનુષી ધ્વજ એલજીબીટી સમુદાયનું પ્રતીક છે. સુપ્રીમ કોર્ટે આઇપીસીની કલમ ૩૭૭ને મનમાની કલમ ગણાવી.
ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ આરએફ નરીમન, જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ ઇંદુ મલ્હોત્રા અને જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની બેંચે પોતાના ચુકાદામાં કહ્યું કે સમલૈંગિક સમુદાયને પણ સામાન્ય નાગરિકોની સમાન અધિકાર હાંસલ છે. એકબીજાના અધિકારોનું સન્માન કરવું સર્વોચ્ચ માનવતા છે. સમલૈંગિક સંબંધોને અપરાધની શ્રેણીમાં રાખવા મૂર્ખતા છે. તેનો બચાવ કરી શકાય નહીં.
ઇતિહાસને લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ અને ટ્રાન્સજેન્ડર (એલજીબીટી) કોમ્યુનિટીને વર્ષો સુધી પીડા, કલંક અને ડરના ઓછાયા હેઠળ રાખવા માટે માફી માંગવી જાઇએ.
બીજાની ઓળખને સ્વીકારવાના મામલે દ્રષ્ટિકોણ અને માનસિકતા બદલવી જાઇએ. લોકોએ કેવા હોવું જાઇએ, આ દ્રષ્ટિકોણને બદલે લોકો જેવા છે તેવા જ સ્વીકારવાની માનસિકતા હોવી જાઇએ.
બધાની પોતાની ઓળખ છે. દરેક વ્યક્તિને ગૌરવપૂર્વક જીવવાનો અધિકાર છે. સેક્સ્યુઅલ એટિટ્યૂડ પ્રાકૃતિક છે. આ આધારે ભેદભાવ ન કરી શકાય. નૈતિકતાનો સિદ્ધાંત ઘણીવાર બહુમતીવાદથી પ્રભાવિત હોય છે, પરંતુ લઘુમતી જૂથને બહુમતી સમાજની રીતોની જેમ જીવવા માટે મજબૂર ન કરી શકાય. વ્યક્તિગતતાનો અધિકાર મૌલિક અધિકાર છે અને ૩૭૭ તેનું હનન કરે છે.
સુપ્રીમ કોર્ટમાં આઇપીસીની કલમ ૩૭૭ની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર જુલાઈમાં જ સુનાવણી પૂરી થઈ ગઈ હતી. સુનાવણી પછી કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખી લીધો હતો.
સંમતિથી સમલૈંગિક સંબંધોને ગુનાની શ્રેણીમાં મૂકતી કલમ ૩૭૭ પર ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી પાંચ જજાની બંધારણીય બેંચે ૧૦ જુલાઈના રોજ સુનાવણી શરૂ કરી હતી અને ચાર દિવસ આ સુનાવણી ચાલી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



