અયોધ્યા કેસમાં નિર્ણય આવે તેવી સંભાવના, ઇન્દોરની મેચમાં વધુ જવાન તહેનાત કરાશે
ઇન્દોર,તા.૧
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે ટેસ્ટ સીરિઝની પ્રથમ ટેસ્ટ ૧૪થી ૧૮ નવેમ્બર દરમિયાન ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાશે. ૧૭ નવેમ્બરના રોજ અયોધ્યા ભૂમિ વિવાદ ઉપર નિર્ણય આવે તેવી સંભાવના છે. ઇન્દોર રેન્જના એડીજી વરુણ કપૂરે કહ્યું કે, ટેસ્ટ દરમિયાન વધુ પોલીસ તૈનાત કરવામાં આવશે. ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમની બેઠક ક્ષમતા ૨૭ હજાર છે.
કપૂરે કહ્યું કે, આ મેચ બહુ સંવેદનશીલ સમયે રમાશે. મેચ વખતે અયોધ્યા ભૂમિ વિવાદ પર નિર્ણય આવી શકે તેમ છે. તે ધ્યાનમાં રાખતા વધુ જવાન તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અતિરિક્ત જવાનોની વ્યવસ્થા ઇન્દોરના આઠ જિલ્લાઓમાંથી થશે.
કપૂરે સોશિયલ મીડિયા પર પણ નજર રાખવાનો આદેશ આપ્યો છે. તેમના અનુસાર સોશિયલ મીડિયામાં કોઈ પણ વ્યક્તિ ઉન્માદી પોસ્ટ કરશે તો તેની વિરુદ્ધ પગલાં લેવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




