આરોપી સ્વામીનારાયણના સાધુના પોલીસ રિમાન્ડ આજે પુરા
સુરત, તા. ૨૬
ડભોલી ચાર રસ્તા પાસે આવેલા સ્વામી નારાયણ મંદિરના સાધુ બાબાએ એક યુવતિ સાથે બળાત્કાર ગુજારવાના મામલે કતારગામ પોલીસે પીડિતાનું સીઆરપીસી – ૧૬૪ મુજબનું નિવેદન નોîધાવવા માટે એક અરજી ચીફ કોર્ટ સમક્ષ કરી હતી. જાકે, આ અરજી પર અદાલતને હાલમાં કોઇ તારીખનો અોર્ડર કર્યો ન હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ડભોલી ચાર રસ્તા પાસે સ્વામીïનારાયણ મંદિર આવેલુ છે. આ મંદિરમાં નિકુંજ સ્વામી નામનો મહારાજ રસોડાનની કામગીરી સ઼ભાળી રહા છે. નિકુંજ સ્વામી અને વચેટીયા બાઈ બેરીબેન વચ્ચે અત્યાર સુધીમાં ફોન પર ૩૮ વાર વાત-ચીત થઈ ચૂકી હતી. બેરીબેન પાસે જહાંગીરપુરાની રહેવાસી એક મહિલા તબીબી ખર્ચ માટે મદદની માંગણી કરતા તેણીએ નિકુંજ સ્વામીનો સંપર્ક કરાવ્યો હતો. અને ત્યારબાદ મદદ મેળવવાના બહાને યુવતી સાધુબાવાનો સંપર્ક કરતી હતી. નિકુંજ સ્વામીએ તેની સાથે બબ્બે વાર બળાત્કાર ગુજારતા તેણીએ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બાવાની ધરપકડ કરી શુક્રવાર સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસે પીડિતાનું નિવેદન નોîધાવવા માટે ૧૬૪ મુજબની અરજી પણ કોર્ટમાં કરી હતી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






