મહિધરપુરા અને કાપોદ્રામાંથી પોલીસે દારૂનો જથ્થો ઝબ્બે કર્યો

0
25

બે સ્થળેથી ૮૪ હજારના દારૂ સાથે બેની ધરપકડ
સુરત, તા. ૨૬
કાપોદ્રા અને મહિધરપુરા પોલીસે બે કેસ કરી રૂપિયા ૮૪,૬૦૦ની કિંમતના ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.
કાપોદ્રા પોલીસે મળેલી બાતમીના આધારે દિનદયાળ નગર ઘર નં. ૨૬૬ના ધાબા ઉપરથી રૂપિયડા ૪૨,૦૦૦ની કિંમતનો દારૂ, રોકડા રૂ. ૩૦૦ જપ્ત કરી આરોપી રાનીબહેન બચુભાઇ રાજપૂતની ધરપકડ કરી હતી. જ્યારે સુનીલ બળેલાને વોન્ટેડ જહેર કરાયો હતો.
મહિધરપુરા પોલીસે સુમુલ ડેરી રોડ સહયોગ સોસાયટીમાં રહેતા અને કન્સ્ટ્રકશનનું કામ કરતા પરેશ ઠાકોર ચોકસીની ધરપકડ કરી બિયર- વ્હીસ્કીની રૂપિયા ૪૨,૩૦૦ની બોટલ નંગ-૧૬ કબજે કરી હતી. સ્થાનિક પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY