ચાર લોકોએ મહિલાને લોખંડના સળિયાથી ફટકારી
સુરત, તા. ૨૬
કામરેજ તાલુકાના ખોલવડ ગામ ખાતે લાકડાનો ટેમ્પો ખાલી કરવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા ચાર ઈસમોએ મહિલા પર લોખંડના સળિયા વડે હુમલો કરી શરીરના ભાગે ઈજાઅો પહોંચાડી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હોવાનો બનાવ કામરેજ પોલીસ મથકે નોંધાયો હતો. પોલીસે આઈપીસી-૩૨૩, ૩૨૫ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કામરેજ તાલુકાના ખોલવડ ગામના માયાવંશી ફળિયામાં વસુબેન મુકેશભાઈ પરમાર રહે છે. ૪૦ વર્ષની આ પરિણીતા ગૃહિણી છે. ગત દિવસોમાં ખોલવડ ગામના માહ્નાવંશી ફળિયામાં રહેતા રાજુભાઈ મિશ્રા લાકડાનો ટેમ્પો વસુબેનના ઘરની પાછળ ખાલી કરતા હતા. ત્યારે વસુબેનના ઘરની પાછળ ખાલી રતા હતા ત્યારે વસુબેને ટેમ્પો ખાલી કરવાની ના પાડતા ઉશ્ïકેરાઈ ગયેલા રાજુભાઈ મિશ્રા, રંજનબેન મિશ્રા, સંતોષભાઇ મિશ્રા તથા પ્રકાશભાઈ મિશ્રા વિગેરેઅોએ લોખંડના સળિયા વડે હુમલો કરી શરીરના ભાગે ગંભીર ઈજાઅો પહોîચાડી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તેણીને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






