બહેન હોસ્પિટલમાં દાખલ થતા શૂટિંગ પડતુ મુકી નેપાળથી મુંબઈ આવ્યો અર્જુન કપૂર

0
6

મુંબઈ,તા.૨૦
અર્જુન કપૂર અત્યારે નેપાળમાં ફિલ્મ ‘ઇન્ડિયાઝ મોસ્ટ વાન્ટેડ’નું શૂટિંગ કરી રહ્યો છે, પરંતુ ગત દિવસોમાં અર્જુને પોતાનું શૂટિંગ વચ્ચે જ છોડીને નેપાળથી મુંબઈ આવવું પડ્યું હતુ. અર્જુનનાં મુંબઈ આવવાનું કારણ તેમની બહેન અંશુલા કપૂર હતી.
ઉલ્લેખનીય છે કે અંશુલા કપૂરને માઇગ્રેન અટૈક આવતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. આ વાતની અર્જુનને જાણ થતા જ તે રજા લઇને શૂટિંગ વચ્ચે મુકી મુંબઈ પહોંચ્યો હતો. જા કે નેપાળથી શૂટિંગ છોડીને મુંબઈ આવવું અર્જુન માટે સરળ નહોતું. અર્જુને ડાયરેક્ટરને પ્રોમિસ કર્યું કે તે પરત આવીને ડબલ શિફ્ટમાં કામ કરશે.
એક ઇન્ટરવ્યૂમાં અર્જુને જણાવ્યું કે, “અંશુલાની તબિયત પહેલા કરતા ઘણી સારી છે. અત્યારે તેને આરામની જરૂર છે.” અંશુલાની તબિયત ખરાબ થતા તેના પિતા બોની કપૂર સહિત પુરો પરિવાર અંશુલાનું ધ્યાન રાખી રહ્યો છે. અર્જુન પોતાના પરિવારમાં સૌથી વધારે નજીક તેની બહેન અંશુલા સાથે છે, આ કારણે તે સમાચાર સાંભળતા જ તેની પાસે પહોંચી ગયો હતો.
ઉલ્લેખનીય છે કે અર્જુન કપૂરે નેપાળમાં શૂટિંગ પૂર્ણ કરી દીધું છે અને તે અત્યારે મુંબઈમાં તેની ફિલ્મ ‘નમસ્તે ઇંગ્લેન્ડ’નાં પ્રમોશનમાં વ્યસ્ત છે. ત્યારબાદ તે આશુતોષ ગોવારિકરની ફિલ્મ ‘પાનીપત’નું શૂટિંગ શરૂ કરશે.
હોસ્પિટલમાં

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY