ન્યુ દિલ્હી,તા.૨૦
ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી સંબંધોમાં આવેલી કડવાશ હવે ધીમે ધીમે ઓછી થવાના સંકેત તરફ ઈશારો કરી રહી છે. ભારતે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની વાત આખરે માની લીધી છે. ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓ વચ્ચે ટૂંક સમયમાં જ બેઠક યોજાશે. બંને દેશના વિદેશ મંત્રીઓ ન્યૂયોર્કમાં મળશે અને પરસ્પરના સંબંધોને લઈને મહત્વપૂર્ણ મુદ્દઓ પર વાતચીત કરશે. વિદેશ મંત્રાલયના પ્રવકતાએ આ જાણકારી આપી છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું હતું કે, ભારત, પાકિસ્તાનના વિદેશ મંત્રી ન્યૂયોર્કમાં બેઠક યોજશે. હું એ વાતની સ્પષ્ટતા કરૂ છું કે, પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા અનુંરોધ બાદ બંને દેશોના વિદેશમંત્રીઓ વચ્ચે સંયુક્ત રાષ્ટ્રની મહાસભાની બેઠક બાદ મુલાકાત થશે. આ માટે પરસ્પર સહમતિથી બેઠકનો દિવસ અને સમય નક્કી કરવામાં આવશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



