મુંબઈ,તા.૨૬
શાહિદ કપૂર પાછલા કેટલાક દિવસોથી સાઉથની સુપરહિટ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ની હિન્દી રીમેકમાં લાગ્યો છે. આ ફિલ્મનું ટાઇટલ હિન્દીમાં શું હશે, આ વાત પર અત્યાસુધી અસમંજસમાં હતા. પરંતુ છેલ્લે ફિલ્મના ટાઇટલનો ખુલાસો થઇ ગયો છે. શાહિદ કપૂરની આ ફિલ્મનું ટાઇટલ ‘કબીર સિંહ’ રાખવામાં આવ્યું છે. શાહિદની સાથે આ ફિલ્મમાં એક્ટ્રેસ કિયારા આડવાણી જાવા મળશે.
‘અર્જુન રેડ્ડી’ તેલગુની સુપરહિટ ફિલ્મ છે. તેમાં વિજય દેવરકોંડ અને શાલિની પાન્ડે મુખ્ય ભૂમિકા નિભાવી હતી. જા કે હેવ શાહિદ કપૂર અને કિયારા નિભાવશે. પહેલાથી આ ફિલ્મમાં શાહિદ કપૂરની સાથે બોલીવુડની નવી સ્ટૂડેન્ટ એટલે કે એક્ટ્રેસ તારા સુતારિયાના સમાચારા મળી રહ્યા હતા. પરંતુ તારાએ આ ફિલ્મથી પોતાને દુર કરી લિધી હતી. તેલગુમાં આ ફિલ્મને સંદીપ વાંગ રેડ્ડીએ ડાયરેક્ટ કરી હતી અને હવે તે આ ફિલ્મની હિન્દી રીમેક પણ ડાયરેક્ટ કરવાના છે. આ ફિલ્મ આવતા વર્ષે ૨૧ જૂને રીલીઝ થશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



