સુપ્રીમકોર્ટે એક કેસમાં આપ્યો મહત્વનો ચુકાદો પતિ પાસેથી જીવન નિર્વાહ ભથ્થુ લેવા માટે લગ્નનો ખાસ પુરાવો રજૂ કરવો જરૂરી નથી

0
12

ન્યુ દિલ્હી,તા.૨૬
સુપ્રીમકોર્ટના એક નિર્ણંયમાં કહેવામાં આવ્યું છે કે પતિ પાસેથી જીવન નિર્વાહ ભથ્થું લેવા માટે લગ્ન ખાસ કોઈ પુરાવો રજૂ કરવાની જરૂરિયાત નથી. એ કહીને સર્વોચ્ચ કોર્ટે કર્ણાટકના હાઇકોર્ટના નિર્ણયને રદ્દ કરી દીધો.જેમાં પત્નીને જીવન નિર્વાહ ખર્ચ આપવાની મનાઈ કરી દીધી હતી.જસ્ટિસ આર.ભાનુમતી અને ઇન્દિરા બેનરજીની પીઠે આ નિર્ણય પીડિત મહિલાની અરજી પાર આપ્યો. કોર્ટે કહ્યું કે સીઆરપીસીની ધારા ૧૨૫ હેઠળ કરેલી કાર્યવાહીમાં લગ્નના ખાસ પુરાવાની જરૂરિયાત નથી.
પીઠે કહ્યું કે પત્નીના મૌખિક સાક્ષ્ય તથા આપેલા પુરાવા આ વાત ને રેખાંકિત કરે છે કે તેના લગ્ન માન્ય છે.ગવાહોના નિવેદનોથી પણ સાબિત થાય છે કે બંને પક્ષ પતિ-પત્નીની સમાન રહે છે. પાડોસીઓએ તેને પતિ-પત્ની સમાન માન્યા છે.પીઠે કહ્યું કે ધારા ૧૨૫દ્ગક કાર્યવાહી વૈવાહિક વિવાહોની કાર્યવાહી થી વિપરીત છે.વૈવાહિક વિવાહમાં લગ્નના ખાસ કોઈ પુરાવો આપવાનું જરૂરી છે.પરંતુ ધારા ૧૨૫ હેઠળ આ પ્રકારના સાક્ષી હોવા જાઈએ નહી કારણકે તેનો ઉદ્દેશ મહિલાને અભાવોથી બચાવાનું છે.
મામલો એ હતો કે મોહને કમલા સાથે મંદિરમાં પ્રેમલગ્ન કર્યા હતા.તેના બે બાળકો હતા.ત્યારબાદ મોહને સહકર્મી સાથે લગ્ન કર્યા. પૂર્વ પત્નીએ ભથ્થું માગ્યું તો મોહને કહ્યું કે તે તેની પત્ની નથી.સેશન કોર્ટે પત્નીને ૩૦૦૦ રૂપિયા પ્રતિમાહ તથા બાળકો માટે અઢી-અઢી હજાર રૂપિયા પ્રતિમાહ ભથ્થું આપવાનો આદેશ આપ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY