ન્યુ દિલ્હી,તા.૧
થોડા કેટલાક સમયમાં નક્સલ લીન્ક મામલે એક્ટિવીસ્ટોની ધરપકડ થઈ રહી છે.તમામ વિપક્ષ દળોએ સરકારને આ મામલે ઘેર્યા છે.જા કે, ૨૦૧૩માં યૂપીએ સરકારનો એ મત હતો કે અર્બન નક્સલવાદીઓ ગોરીલા આર્મીથી વધુ ખતરનાક છે. ત્યારે યૂપીએ સરકારે સુપ્રીમકોર્ટમાં એક અરજી કરી હતી કે શહેરમાં કેટલાક સંગઠનો હ્યુમન રાઇટ્સની આડમાં ખુબજ ખતરનાક કામોને અંજામ આપી રહ્યા છે.
યૂપીએ સરકારે તેના એફિડેવીટમાં એ જણાવ્યુ હતુ કે અર્બન નક્સલવાદ ખુબજ ખતરનાક છે, અને સીપીઆઇ માઓવાદીઓ સાથે જાડાયેલા છે. સરકારે કહ્યું હતુ કે એક રીતે તેઓ ગોરીલા આર્મીથી પણ વધુ ખતરનાક છે. પીપલ્સ લીબરેશન ગોરિલા આર્મી સીપીઆઈ માઓવાદીઓની એક સશસ્ત્ર વીંગ છે. ૨૦૦૧થી લઇ આજ સુધી માઓવદીઓએ ૫,૯૬૯ નાગરીકોની હત્યા કરી હતી. ૨,૧૪૭ સુરક્ષાકર્મીઓની હત્યા તેમજ પોલીસ અને અર્ધસૈનિક દળોના ૩,૫૬૭ હથિયારોની લૂંટ કરી હતી.
એ સમયે સુશીલ કુમાર શિંદેના નેતૃત્વવાળા ગૃહમંત્રાલયે કહ્યું હતુ કે જા આ લોકોની વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી નહી કરવામાં આવે તો સરકારની નકારાત્મક છાપ ઉભી થશે. આ તમામ એક્ટિવિસ્ટોના પ્રોપેગેન્ડા મશીનરી ખુબજ પ્રભાવશાળી છે. જા તેમની વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવે તો એજન્સીઓ સામે નકારાત્મક પ્રચાર શરૂ થઈ જશે.
કીશોર સમરીત વિરૂદ્ધ ભારત સરકાર તેમજ બીજા મામલે સરકારે ખુબજ વીસ્તારથી આ જણાવ્યુ હતુ કે માઓવાદીઓ સતત એક્ટિવીસ્ટોના સંપર્કમાં છે અને તેમને સતત મદદ કરી રહ્યા છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



