સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મનીન્દર પ્રતાપસિંહ પવાર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં ચેકીંગ હાથ ધરી, ગેર કાયદેસર પ્રોહી જુગારના કેસો શોધી કાઢવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે અનુસંધાને જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને ચેકીંગ હાથ ધરી, ગેર કાયદેસર પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા સુચનાઓ કરવામાં આવેલ છે.
લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સાયલા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. ડી.ડી.ચુડાસમા તથા એ.એસ.આઈ મહેન્દ્રસિંહ ઝાલા, પો.કો રવીરાજસિંહ ઝાલા , અમરકુમાર ગઢવી, હરદેવસિંહ પરમાર, યોગેશકુમાર પટેલ, વિજયસિંહ ઝાલા, રવિરાજસિંહ પરમાર વિ.સ્ટાફ પેટ્રોલિંગમાં હતા દરમિયાન પો.કોન્સ રવિરાજસિંહ ઝાલા ને બાતમી મળેલ કે, નાગડકા ગામના રણજીતભાઇ દેવાયતભાઇ ખાચર કાઠીદરબાર પોતાની કબ્જાભોગવટાની વાડીએ પરપ્રાંતીય ઇંગલીશ દારુ નો જથ્થો રાખેલ છે જેથી ઉપરોક્ત વાડીએ ઉપરોક્ત ઇસમ હાજર મળી આવેલ નહીં જેથી વાડીએ ઓરડીમાં ચેક કરતા પ્રપ્રાંતીય ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૩૨ કિંમત રૂ.૯૨,૮૦૦/- ની મળી આવેલ હોય જે તપાસ અર્થે કબ્જે કરેલ છે. આ બાબતે સાયલા પોલીસ સ્ટેશનના પો.કો હરદેવસિંહ પરમારે સરકાર તરફે ફરિયાદી બની, આરોપી રણજીતભાઇ દેવાયતભાઇ ખાચર કાઠીદરબાર રહે.નાગડકા વિરુદ્ધ પ્રોહી એક્ટ મુજબ ગુન્હો દાખલ કરાવેલ છે.
આ પરપ્રાંતિય દારુ નો જથ્થો કોની પાસે થી મગાવ્યો હતો..?? કોને આપવાનો હતો..?? બિજા કોણ ઇસમો આમા સંડોવાયેલ છે.?? વિગેરે કામની આગળ ની તપાસ સાયલા પો.સ્ટે ના પો.હેડ.કોન્સ ગેલાભાઇ વસ્તાભાઇ નાઓ ચલાવી રહેલ છે
રીપોટર : દિપકસિંહ વાઘેલા, સુરેન્દ્રનગર
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



