ન્યુ દિલ્હી,તા.૧
એર ઈન્ડિયાની ફ્લાઈટમાં નશામાં ધૂત મુસાફરે એક મહિલાની સીટ પર પેશાબ કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ મચી ગયો છે.
મહિલાની પુત્રીએ આ મામલે ટ્વીટ કર્યા બાદ સિવિલ એવિએશન વિભાગના મંત્રી જયંત સિન્હાએ સમગ્ર મામલાની તપાસ કરવા માટે એર ઈન્ડિયાને આદેશ આપ્યો છે.
મહિલાની પુત્રી ઈન્દ્રાણી ઘોષે કહ્યું હતુ કે ન્યુયોર્કથી દિલ્હી આવતી ફ્લાઈટમાં મારી માતાની સીટ પર જ દારુના નશામાં ધુત યુવકે પેન્ટ ઉતારી નાખ્યુ હતુ અને પેશાબ કર્યો હતો.આ ભયંકર અપમાનજનક ઘટના હતી કારણકે મારી માતા એકલી જ મુસાફરી કરી રહી હતી.
ઘોષનુ કહેવુ છે કે આરોપી મુસાફર સામે કડક કાર્યવાહી કરવામાં આવે. બીજી તરફ એર ઈન્ડિયાએ સરકારના મંત્રીના આદેશ બાદ મામલાને ગંભીરતાથી લઈને તપાસ શરુ કરી છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



